પાકિસ્તાની બેટ્સમેન બતાવી રહ્યો હતો હોંશિયારી, અફઘાનિસ્તાનના બોલરે અશ્વિનની સ્ટાઈલમાં ભણાવ્યો પાઠ, જુઓ Video

પાકિસ્તાનને અંતિમ 14 બોલમાં 29 રનની જરૂર હતી અને માત્ર 2 વિકેટ હાથમાં હતી. શાદાબ ખાને ટીમને અહીંથી મેચમાં વાપસી કરાવી હતી પરંતુ 20મી ઓવરની શરૂઆતમાં જ તેને વધુ પડતી ચાતુર્ય બતાવવા બદલ સજા કરવામાં આવી હતી. જો કે આ પછી પણ પાકિસ્તાને કોઈક રીતે આ મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાની બેટ્સમેન બતાવી રહ્યો હતો હોંશિયારી, અફઘાનિસ્તાનના બોલરે અશ્વિનની સ્ટાઈલમાં ભણાવ્યો પાઠ, જુઓ Video
Pakistan vs Afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 9:10 AM

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Pakistan vs Afghanistan) વચ્ચે ક્રિકેટના મેદાન પરની હરીફાઈ સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. અનેકવાર સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો વચ્ચેની ટક્કર આ બંને ટીમોના મુકાબલાનો રોમાંચ વધારે છે, તો મેદાનમાં છેલ્લા 2-3 વર્ષમાં ગ્રાઉન્ડની અંદર ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા અને રોમાંચક મેચોએ તેને વધુ રસપ્રદ બનાવી છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચનો રોમાંચ

ગયા વર્ષના એશિયા કપમાં છેલ્લી ઓવર સુધી પહોંચેલ મુકાબલા સિવાય પણ ઘણો ડ્રામા જોવા મળ્યો હતો અને આ વખતે એશિયા કપની બરાબર પહેલા ફરીથી કંઈક એવું જ બન્યું હતું, જ્યાં એક વિવાદાસ્પદ રનઆઉટ જોવા મળ્યો હતો અને પછી નસીમ શાહે પાકિસ્તાનને યાદગાર જીત અપાવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મેચમાં વિવાદાસ્પદ રન આઉટ

એશિયા કપ 2023 પહેલા શ્રીલંકામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. તેની પ્રથમ મેચમાં પાકિસ્તાને આસાનીથી જીત મેળવી હતી, પરંતુ બીજી વનડેમાં જીત માટે પાકિસ્તાને અંતિમ ઓવર સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાનના 301 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાને 272 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી અને પાકિસ્તાનને 14 બોલમાં 29 રનની જરૂર હતી.જે બાદ એક વિચિત્ર ઘટના બની જે બાદ બધાને ભારતના અશ્વિનની યાદ આવી ગઈ.

ફારૂકીએ શાદાબને પાઠ ભણાવ્યો

અહીંથી શાદાબ ખાને કેટલાક શાનદાર શોટ્સ ફટકાર્યા અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી. છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી અને શાદાબ નોન-સ્ટ્રાઈક પર હતો. ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી અફઘાનિસ્તાન માટે છેલ્લી ઓવર કરી રહ્યો હતો અને પહેલો બોલ ફેંકે તે પહેલા જ ડ્રામા થઈ ગયો. સ્ટ્રાઈક પર જવાના પ્રયાસમાં ફારૂકી બોલિંગ કરે તે પહેલા જ શાદાબે ક્રિઝ છોડી દીધી હતી. અફઘાન પેસરે સમજદારી બતાવીને તેને રન આઉટ કર્યો. શાદાબે ગુસ્સા અને નિરાશામાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો : વિરાટ કોહલીના એક્શનથી BCCI નારાજ, ટીમના તમામ ખેલાડીઓને આપ્યું ‘ફરમાન’

નસીમે ફરી અપાવી જીત

પાકિસ્તાને 9 વિકેટ ગુમાવી દીધી હતી અને અફઘાનિસ્તાન પાસે જીતવાની તક હતી. સ્ટ્રાઈક પર નંબર 10 બેટ્સમેન નસીમ શાહ હતો. ગયા વર્ષે નસીમે છેલ્લી ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને અફઘાનિસ્તાન સામે 1 વિકેટે એશિયા કપમાં જીત અપાવી હતી. તે સમયે પણ બોલર ફારૂકી હતો. પાકિસ્તાનને એવા જ ચમત્કારની જરૂર હતી અને નસીમે તે જ કર્યું.નસીમે ઓવરના પહેલા બોલમાં ચોગ્ગો ફટકાર્યો અને પછીના 3 બોલમાં 4 રન આવ્યા. 2 બોલમાં 3 રનની જરૂર હતી અને બોલ નસીમ શાહના બેટની કિનારી લઈને બાઉન્ડ્રી પાર ગયો. ફરી એકવાર નસીમે પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે 1 વિકેટે યાદગાર જીત અપાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">