AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NZ: પાકિસ્તાનમાં આજે રજા, ન્યુઝીલેન્ડ સામે T20 World Cup સેમિફાઈનલનો રોમાંચ વધ્યો

આજે પાકિસ્તાનમાં આજે રજા રહેશે અને બાબર આઝમની ટીમને સપોર્ટ કરશે. T20 વર્લ્ડ કપ 2022 ની સેમી ફાઈનલ ન્યુઝીલેન્ડ સામે તેની ટક્કર થનારી છે.

PAK vs NZ: પાકિસ્તાનમાં આજે રજા, ન્યુઝીલેન્ડ સામે T20 World Cup સેમિફાઈનલનો રોમાંચ વધ્યો
Iqbal day નિમિત્તે આજે રજા કરી દેવામાં આવી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 8:02 AM
Share

પાકિસ્તાનમાં આજે રજા છે. રજાને લઈ પાકિસ્તાન બાબર આઝમની ટીમને પણ સપોર્ટ કરશે. અરે ભાઈ, T20 વર્લ્ડ કપ 2022 ની સેમી ફાઈનલ ન્યુઝીલેન્ડ સાથે ટક્કર છે. પરંતુ, જો તમે વિચારી રહ્યા છો કે રજાનું કારણ આ સેમી-ફાઇનલ મેચ છે, તો તમે ખોટા છો. વાસ્તવમાં, 9 નવેમ્બરના રોજ એટલે કે T20 વર્લ્ડ કપના પ્રથમ સેમિફાઇનલના દિવસે, પાકિસ્તાનમાં રજા ડૉક્ટર અલ્લામા મોહમ્મદ ઈકબાલના 145માં જન્મદિવસની છે. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય વતી આ ખાસ દિવસને લઈને સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવી છે.

કહેવત છે ને કે સોનામાં સુગંધ ભળી એમ સરકારે રજા કોઈ અન્ય પ્રસંગ માટે લીધી હશે, પરંતુ સારી વાત એ છે કે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપમાં એ જ દિવસે સેમીફાઈનલ મેચ છે. મતલબ કે પાકિસ્તાન કોઈ અન્ય બહાને રજા પર જશે, પરંતુ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સાથે સેમિફાઈનલ ટક્કર જોવા મળશે.

આજે પાકિસ્તાનમાં રજા છે

પાકિસ્તાનમાં 9 નવેમ્બરની રજાને લઈને ત્યાંની સરકાર દ્વારા મંગળવારે એક જાહેરાત કરવામાં આવી હતી. સરકાર તરફથી જાહેરનામું બહાર પાડીને કહેવામાં આવ્યું હતું કે 9 નવેમ્બરે ઇકબાલ ડેની રજા રહેશે.

સિડનીમાં ટક્કર, રોમાંચ રોકાવો મુશ્કેલ

9 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સામસામે ટકરાશે. આ મેદાન પર T20Iમાં બંને ટીમોની આ પ્રથમ મુલાકાત હશે. જો આપણે T20I માં બંને ટીમોના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો, 28 મેચોમાં, પાકિસ્તાનની ધાર ન્યૂઝીલેન્ડ પર 17-11થી ભારે છે. આ આંકડો ન્યુઝીલેન્ડ સામે ન્યુટ્રલ વેન્યુ પર પાકિસ્તાનની તરફેણમાં જોવા મળે છે.

પરંતુ, સવાલ એ છે કે T20 વર્લ્ડ કપ 2022માં કઈ ટીમનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. અને, અહીં ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન કરતાં આગળ છે. જ્યાં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં વધુ મહેનત કરતાં નસીબ સાથે છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ પોતાની જોરદાર રમતના કારણે. આટલું જ નહીં, ન્યુઝીલેન્ડે સિડનીમાં જ્યાં સેમિફાઇનલ રમાઈ છે ત્યાં યજમાન ઓસ્ટ્રેલિયાને 89 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. જો કે આ જ મેદાન પર પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું હતું. એટલે કે, સ્પર્ધા જોરશોરથી ચાલવાની સંપૂર્ણ ખાતરી છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">