AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs WI: પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝની વનડે સિરીઝમાં ગરમીનું મોજું, મેચનો સમય બદલાશે!

Cricket: પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ (PAK vs WI) વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રાવલપિંડીમાં રમાવાની છે. પ્રથમ વનડે 8 જૂને રમાશે. બીજી ODI 10 જૂને અને ત્રીજી ODI 12 જૂને રમાશે.

PAK vs WI: પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝની વનડે સિરીઝમાં ગરમીનું મોજું, મેચનો સમય બદલાશે!
PAK vs WI (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 9:29 PM
Share

પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ (PAK vs WI) વચ્ચે 8 જૂનથી શરૂ થનારી વનડે શ્રેણી પર તીવ્ર ગરમીની અસર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં જિયો ટીવીના સૂત્રોની વાત માનીએ તો પીસીબી તેના સમયમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 3 વન-ડે સિરીઝ રમવા માટે પાકિસ્તાન જઈ રહી છે. આ શ્રેણી 8 જૂનથી શરૂ થશે. જેની સામે રાવલપિંડીમાં મેચ રમાશે. શ્રેણીના બીજા યજમાન શહેર તરીકે મુલતાનને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર વનડે શ્રેણીની તમામ મેચો ડે-નાઈટ થવાની છે. એટલે કે પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના પ્રથમ સપ્તાહમાં રાવલપિંડી અને મુલતાનમાં ઉનાળાનું તાપમાન ઉંચુ રહેવાની સંભાવના છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થવાની સંભાવના છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખેલાડીઓ માટે તે ડંખ મારતી ગરમીથી છુટકારો મેળવવા માટે તેના સમયમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે.

જિયો ટીવીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બપોરે 2 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યાથી મેચ યોજવાનું વિચારી રહ્યું છે. જો આવું થાય છે તો આ પહેલીવાર નહીં હોય જ્યારે PCBએ આવો નિર્ણય લીધો હોય. અગાઉ વર્ષ 2012માં પણ તેણે આવું પગલું ભર્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની યજમાની કરતી વખતે પાકિસ્તાને UAEમાં 6 વાગ્યાથી 3 ODIની શ્રેણી શરૂ કરી હતી. જે બપોરે 2.45 વાગ્યે સમાપ્ત થઈ હતી.

પીસીબીનો હેતુ ખેલાડીઓને ગરમીથી બચાવવાનો- સૂત્રો

સિરીઝના સમયમાં ફેરફાર કરવા પાછળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)નો હેતુ માત્ર ખેલાડીઓને ઉનાળાની ગરમીથી બચાવવાનો છે. આઈસીસીના નિયમો અનુસાર દરેક સત્રમાં 2 ડ્રિંક બ્રેકની મંજૂરી છે. પરંતુ વધુ ગરમીને કારણે અમ્પાયરોને પણ વધારાના ડ્રિંક્સની મંજૂરી આપવામાં આવશે.

જો સ્થિતિ બદલાશે તો મેચ રાવલપિંડીની જગ્યાએ મુલતાનમાં યોજાશે

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રાવલપિંડીમાં રમાવાની છે. પ્રથમ વનડે 8 જૂને રમાશે. બીજી ODI 10 જૂને અને ત્રીજી ODI 12 જૂને રમાશે. જો કે રાજકીય ગતિવિધિઓને કારણે આમાં ફેરફાર થવાની સંભાવના છે. તે સ્થિતિમાં મેચો મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવી શકે છે. આ શક્ય બની શકે છે કારણ કે મેના અંતમાં પાકિસ્તાનની એક રાજકીય પાર્ટી તેની લોંગ માર્ચ કાઢવા જઈ રહી છે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">