PAK vs WI: મેચ બાદ દિલ જીતી લે તેવું કામ કર્યું બાબર આઝમે, વીડિયો થયો વાયરલ

|

Jun 09, 2022 | 8:13 AM

Cricket : બાબર આઝમ (Babar Azam) પાકિસ્તાનનો સુકાની છે અને પોતાની કેપ્ટનશીપની ઇનિંગ્સથી દેશ માટે સતત મેચ જીતી રહ્યો છે. પરંતુ તેની સાથે જ તે દિલ પણ જીતી રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામે મુલતાનમાં રમાયેલી પ્રથમ ODIમાં લોકોના દિલ જીતી લીધા હતા.

PAK vs WI: મેચ બાદ દિલ જીતી લે તેવું કામ કર્યું બાબર આઝમે, વીડિયો થયો વાયરલ
Babar Azam (PC: PCB)

Follow us on

બાબર આઝમ (Babar Azam) બેટિંગનો નવો સુપરસ્ટાર છે. તે એવો બેટ્સમેન છે જેણે વર્તમાન યુગના ફેબ ફોરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેણે પોતાની રમતથી જે ક્રિકેટની દુનિયામાં હલચલ ઉભી કરી છે તેનાથી સમગ્ર ક્રિકેટ જગત હવે વાકેફ છે. આધુનિક ક્રિકેટની ચર્ચા બાબર આઝમ વિના લગભગ અધૂરી છે. બાબર આઝમ પાકિસ્તાનનો સુકાની છે અને પોતાની કેપ્ટન ઇનિંગ્સથી દેશ માટે સતત મેચ જીતી રહ્યો છે. પરંતુ સાથે જ તે લોકોના દિલ પણ જીતી રહ્યો છે. તેણે મુલતાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં દિલ જીતી લે તેવું કામ કર્યું છે. જ્યારે તેણે તેના જુનિયર ખુશદિલ શાહને તેનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવાનો અનુરોધ કર્યો હતો.

ખરેખર વાત એવી હતી કે બાબર આઝમ (Babar Azam) ને વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામે 103 રનની અણનમ ઇનિંગ રમવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પરંતુ જ્યારે તેનું નામ આ એવોર્ડ માટે બોલાવવામાં આવ્યું ત્યારે તેણે આ એવોર્ડ તેણે 27 વર્ષના યુવા ખેલાડી ખુશદિલ શાહને આપવાનો નિર્ણય કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બાબર આઝમે આ કારણે ખુશદિલનેે આપ્યો એવોર્ડ

બાબર આઝમે આ એવોર્ડ ખુશદિલ શાહને આપવાનું કેમ નક્કી કર્યું. જેમાં તેણે માત્ર 5 વન-ડે ઈન્ટરનેશનલનો અનુભવ છે. કારણ કે તેણે મેચમાં અંતિમ સમયે તોફાની ઇનિંગ રમીને પાકિસ્તાનને જીત અપાવી હતી. ખુશદિલ શાહે બેટિંગમાં 23 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. 178.26 ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી તેની ઇનિંગ્સમાં 4 સિક્સરનો સમાવેશ થાય છે.

 

 

બાબર આઝમે ખુશદિલના વખાણ કર્યા

મેચ બાદ બાબર આઝમે ખુશદિલ શાહના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, “જે રીતે તેણે રમતનો અંત કર્યો તે અદ્ભુત હતું. અમારી ભાગીદારી મહત્વપૂર્ણ હતી. જે અમારી વ્યૂહરચના હતી અને પછી ખુશદિલે જે રીતે મેચ પુરી કરી તે બધુ શાનદાર રહ્યું હતુ્ં.

ખુશદિલે મેચ બાદ એમ પણ કહ્યું હતું કે મારો ગેમ પ્લાન સ્પષ્ટ હતો કે મારે અંત સુધી મેચ રમવાની છે અને મારું 100 ટકા આપવું છે. મારો ઇરાદો મારા ઝોનમાં આવતા દરેક બોલને સારી જગ્યાએ પહોંચાડવાનો હતો.

Next Article