PAK vs AUS: ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં પાકિસ્તાનને પરાસ્ત કરવાનો બનાવી યોજના! પ્લેયીંગ ઇલેવનનુ કર્યુ એલાન

|

Mar 20, 2022 | 3:32 PM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી બે મેચ અનિર્ણિત રહી છે. હવે લાહોરમાં રમાનારી ટેસ્ટમાં પરીણામની રાહ ઓસ્ટ્રેલિયન ટીમ જોઇ રહી છે.

PAK vs AUS: ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં પાકિસ્તાનને પરાસ્ત કરવાનો બનાવી યોજના! પ્લેયીંગ ઇલેવનનુ કર્યુ એલાન
Pat Cummins એ લાહોર ટેસ્ટ માટે પ્લેયીંગ ઇલેવન જાહેર કરી છે

Follow us on

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ સોમવાર, 21 માર્ચથી લાહોરમાં રમાશે. આ મેચની પિચના મૂડને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. પરંતુ, ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટને પોતાની રીતે લાહોર (Lahore Test) ની પીચનો અભ્યાસ કર્યો છે. અને, તે વાંચીને તેણે તેની પ્લેઈંગ ઈલેવન (Australia Playing XI) પર પણ મહોર મારી દીધી છે. હાલમાં, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી બે મેચ અનિર્ણિત છે. ન તો રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ અને ન તો કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટનું પરિણામ આવ્યું. આવી સ્થિતિમાં હવે તમામની નજર લાહોર ટેસ્ટ પર ટકેલી છે.

ઓસ્ટ્રેલિયાએ લાહોર ટેસ્ટ જીતવા માટે પસંદ કરેલી પ્લેઈંગ ઈલેવન પાછળનું કારણ પણ કેપ્ટન પેટ કમિન્સે આપ્યું છે. તેણે લાહોરની પીચના મિજાજ કારણ ઘર્યુ છે. જો કમિન્સનું માનીએ તો લાહોરની પીચ પણ રાવલપિંડી અને કરાચી જેવી છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહી

હવે જ્યારે રાવલપિંડી અને કરાચીની સરખામણીમાં લોહારની પીચમાં બહુ ફરક નથી, તો ટીમમાં કેવી રીતે રહે. તેથી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ એ જ ટીમ લાહોરમાં પણ રમતી જોવા મળશે જે કરાચીમાં રમી હતી. અહીં પણ ઓસ્ટ્રેલિયાની રણનીતિ 2 ઝડપી બોલર અને 2 સ્પિનરો સાથે જવાની છે. મતલબ કે જોશ હેઝલવુડ લાહોરમાં પણ બેન્ચ પર બેસશે. તે જ સમયે, સ્કોટ બોલેન્ડ પણ ટેસ્ટ રમ્યા વિના પાકિસ્તાનથી સ્વદેશ પરત જશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કમિન્સે લાહોરની પીચ અંગે આમ કહ્યુ

લાહોરની પીચ અંગે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, પીચ પર ઘાસ નથી. પિચ અઘરી છે. અને, છેલ્લી બે ટેસ્ટની પિચની સરખામણીમાં તેના સ્વભાવમાં વધુ ફેરફાર જોવા મળતા નથી. તેણે કહ્યું કે શ્રેણીમાં અમારા બેટ્સમેનોનુ જોર જોવા મળ્યુ છે. અને અહીં પણ તેમની પાસેથી એવી જ અપેક્ષા રાખવામાં આવશે. તેણે સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયાએ છેલ્લી બે ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ હતો. કમિન્સે કહ્યું, 11 ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે, તે પ્રશંસનીય છે અને તેમનાથી ખુશ છે.

લાહોર ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, મિશેલ સ્વેપ્સન, કેમેરોન ગ્રીન.

 

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલનો હુંકાર, ચેમ્પિયન બનતા કોઇ નહી રોકી શકે જો ટીમના ખેલાડીઓ આ કામ કરી દેખાડશે

આ પણ વાંચોઃ IPL 2022: ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ઓલ રાઉન્ડર હજુ સુધી પહોંચી શક્યો નથી ભારત, ધોનીની ટીમનુ આ કારણ થી વધ્યુ ટેન્શન

 

 

Published On - 3:31 pm, Sun, 20 March 22

Next Article