KL Rahul : હું સ્નાન કરી ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો જ ત્યારે, રાહુલે મેચ પછી આવું કેમ કહ્યું?
ટીમ ઈન્ડિયાની જીતમાં કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 97 રનની ઇનિંગ રમી હતી. રાહુલ અણનમ રહ્યો હતો. તેણે વિરાટ કોહલી સાથે 165 રનની ભાગીદારી કરી હતી. આ બંનેએ ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 થી 167 સુધી પહોંચાડ્યો હતો. મેચ બાદ રાહુલે ત્રણ વિકેટ પડી ત્યારે તે શું કરી રહ્યો હતો તે અંગે ખુલાસો કર્યો હતો.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો કેએલ રાહુલ (KL Rahul) હતો. રાહુલ 97 રન ફટકાર્યા હતા. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે તે સ્નાન કરીને ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો.
કોહલીએ 85 રનની ઈનિંગ રમી હતી. મેચ બાદ રાહુલે કહ્યું કે કોહલીએ તેને શરૂઆતની ઓવરોમાં વિકેટો પડયા બાદ ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવાની સલાહ આપી હતી. રાહુલ તેની સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે કોહલી સાથે ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી.
ત્રણ વિકેટ પડી ત્યારે રાહુલ ક્યાં હતો ?
ભારતીય ટીમે જીત માટે 200 રનનો ટાર્ગેટ 52 બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મેન ઓફ ધ મેચ રાહુલે કહ્યું, કોહલી અને હું વધારે વાત કરતા ન હતા. હું શરૂઆતમાં ધીમે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્રણ વિકેટ પડી ત્યારે હું સ્નાન કરીને ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો.
તેણે કહ્યું, કોહલીએ મને કહ્યું હતું કે આપણે જોખમ વિના શોટ ફટકારીને થોડો સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમવું પડશે. ઈનિંગની શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળી રહી હતી પરંતુ બાદમાં ઝાકળને કારણે બેટિંગ માટે સ્થિતિ સરળ બની ગઈ હતી.
આ પણ વાંચો : KL Rahul : પોતાના જ શોટથી ચોંકી ગયો કેએલ રાહુલ, જુઓ Video
સદી ચૂકી જવા અંગે રાહુલે શું કહ્યું?
સદી ચૂકી જવા અંગે રાહુલે કહ્યું કે છેલ્લી ક્ષણોમાં હું વિચારી રહ્યો હતો કે હું 100 રન સુધી કેવી રીતે પહોંચી શકું. મેં વિચાર્યું કે જો એક ફોર અને એક સિક્સર ફટકારવામાં આવે તો તે શક્ય બની શકે છે. મેં ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલે બેટ સાથે વધુ સારો સંપર્ક કર્યો. મને તેનો કોઈ અફસોસ નથી, હું બીજી વખત સદી ફટકારીશ.
કેપ્ટન રોહિતે વિરાટ-રાહુલની કરી પ્રશંસા
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે જ્યારે અમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે હું નર્વસ થઈ ગયો હતો. અમે આ સમયગાળા દરમિયાન ખરાબ શોટ રમ્યા હતા. આનો શ્રેય ઓસ્ટ્રેલિયન બોલરોને આપવો જોઈએ. જો કે ત્યારબાદ રાહુલ અને કોહલીએ શાનદાર રમત બતાવી હતી.