World Cup 2023: વનડે વિશ્વકપની ટિકિટ મેળવવા ક્રિકેટ રસિયાઓની પડાપડી, વેબસાઈટ અને એપ ઠપ થઈ ગઈ!
ક્રિકેટ રસિયાઓ ભારતની મેચ સિવાયની ટિકિટ મેળવવા માટે એટલી જ પડાપડી કરી રહ્યા છે. નોન ઈન્ડિયન મેચની ટિકિટનુ વેચાણ શરુ થયુ તો, વેબ સાઈટ અને એપ બંને કેટલાક સમય માટે ક્રેશ થઈ ગઈ હતી.
આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનાર છે. આ માટે તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં જારી છે. ટિકિટના વેચાણ પણ શરુ થઈ ગયા છે અને ક્રિકેટ ચાહકો પોતાની ટિકિટ ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટ રસિયાઓ ભારતની મેચ સિવાયની ટિકિટ મેળવવા માટે એટલી જ પડાપડી કરી રહ્યા છે. ટિકિટ વેચાણની શરુઆતે જ આ માહોલ જોવા મળ્યા છે. શુક્રવારે જ્યારે નોન ઈન્ડિયન મેચની ટિકિટનુ વેચાણ શરુ થયુ તો, વેબ સાઈટ અને એપ બંને કેટલાક સમય માટે ક્રેશ થઈ ગઈ હતી.
જે રીતે ધસારો વેબ અને એપ પર ક્રિકેટ રસિકોનો ટિકિટ ખરીદવા માટે જોવા મળ્યો હતો, એ જ બતાવે છે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વકપ ઘરઆંગણે યોજાઈ રહ્યો છે તેનો કેટલો ઉત્સાહ છે. ક્રિકેટ રસિકોએ મેચ માણવા માટે ટિકિટ મેળવવા માટે જાણે કે રીતસરની પડાપડી દર્શાવી દીધી હતી. અને જેની અસર વેબ અને એપ પર જોવા મળી હતી.
ટિકિટ વેચાણની શરુઆતે જ મુશ્કેલી!
હજુ તો અધિકારીક મેચોની ટિકિટના વેચાણ આગામી 31 ઓગષ્ટથી શરુ થનાર છે. હાલમાં માત્ર નોન ઈન્ડિયન મેચની ટિકિટના વેચાણની શરુઆત થઈ છે. 30 ઓગષ્ટથી વોર્મ મેચની ટિકિટોના પણ વેચાણની શરુઆત થનારી છે. આમ જ્યારે નિયમિત રીતે ભારતીય મેચની ટિકિટોનુ વેચાણ શરુ થશે, ત્યારે આનાથી પણ વધારે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
જ્યારે શુક્રવારે બીન ભારતીય મેચની ટિકિટોનુ વેચાણ શરુ કરવામાં આવ્યુ હતુ, ત્યારે 35 થી થી 40 મિનિટ માટે વેબ સાઈટ અને એપ્લીકેશન ક્રેશ થઈ ગઈ હતી. ક્રિકેટ ચાહકોનો ધસારો વધવાને લઈ આમ થયુ હોવાનુ સામે આવ્યુ હતુ.
ભારતીય મેચની ટિકિટ 30 ઓગષ્ટ મળશે
ટીમ ઈન્ડિયા વિશ્વકપ માટે એક્શનમાં જોવા મળવાની શરુઆત નિહાળવાનો આનંદ પણ ક્રિકેટ રસિયાઓ માટે અલગ છે. ભારતીય ટીમ વિશ્વકપ પહેલા આઈસીસીના શેડ્યૂલ મુજબ ઈંગ્લેન્ડ સામે મેદાને ઉતરવા સહિત 2 વોર્મ અપ મેચ રમશે. આ મેચની ટિકિટ આગામી 30 ઓગષ્ટથી વેચાણ કરવામાં આવનાર છે. ભારતીય ટીમની વોર્મ અપ મેચ ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં રમાનારી છે.
કેટલાક ચાહકોએ પણ એપ્લીકેશન ક્રેશ થવાની વાતને નિરાશાજનક ગણાવી છે અને પદ્ધતી બદલવાની માંગ પણ કરી છે. આ માટે યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવાની સલાહ પણ આપી છે. જેથી સરળતાથી ટિકિટ મળી રહે અને લોટરી જેવી સિસ્ટમથી છૂટકારો મળી શકે.