AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: હરાજીમાં સૌથી નાનકડો ખેલાડી, માત્ર 17 વર્ષનો કિશોર કમાશે કરોડો! જાણો કોણ છે તે ક્રિકેટર

અફઘાનિસ્તાનના આ ક્રિકેટરે ખૂબ જ નાની ઉંમરે દુનિયાભરમાં ચર્ચા બનાવી છે અને હવે IPL માં ધમાલ મચાવવા માટે તૈયાર છે.

IPL 2022 Auction: હરાજીમાં સૌથી નાનકડો ખેલાડી, માત્ર 17 વર્ષનો કિશોર કમાશે કરોડો! જાણો કોણ છે તે ક્રિકેટર
Noor Ahmed અફઘાનિસ્તાનનો ક્રિકેટર છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:21 PM
Share

IPL માં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) ના સ્પિનરોએ ઘણો ધૂમ મચાવી છે. રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન જેવા ખેલાડીઓ આઈપીએલમાં રમ્યા બાદ જ ચર્ચામાં આવ્યા હતા અને આજે તેઓ વિશ્વભરની લીગમાં ધૂમ મચાવી રહ્યા છે. આ બંનેએ ખૂબ જ નાની ઉંમરમાં IPL માટે પોતાની સ્પિન વડે ધમાલ મચાવી હતી અને હવે તેઓ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી રહ્યા છે. હવે તેના જ દેશનો વધુ એક સ્પિનર ​​IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ખેલાડીનું નામ નૂર અહેમદ છે. મંગળવારે જ્યારે IPL 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માટે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી ત્યારે તેમાં નૂર અહેમદ (Noor Ahmed) નું નામ જોવામાં આવ્યુ છે. તેની ઉંમર માત્ર 17 વર્ષ છે અને તે આ યાદીમાં સૌથી યુવા ખેલાડી છે.

આ ખેલાડીએ તેની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા રાખી છે. રાશિદ અને મુજીબની જેમ નૂર પણ સ્પિનર ​​છે. નૂર ચાઈના મેન બોલર છે અને હાલમાં તેની પસંદગી વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમમાં થઈ હતી. આ તેનો બીજો અંડર-19 વર્લ્ડ કપ છે. આ પહેલા તે 2020માં અંડર-19 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે અને ત્યારે તે માત્ર 15 વર્ષનો હતો.

ભાઈના કહેવાથી ક્રિકેટ એકેડમીમાં ગયો

IPLમાં રમતા પહેલા નૂર ઓસ્ટ્રેલિયાની T20 લીગ બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સનો ભાગ રહી ચૂક્યો છે. તે બિગ બેશ લીગ 2020માં મેલબોર્નની ટીમ સાથે સંકળાયેલો હતો. ઈમરાન તાહિરના બહાર નીકળ્યા બાદ મેલબોર્ન રેનેગેડ્સે નૂરને સાઈન કર્યો હતો. ભાઈની વાત માનીને નૂરની ક્રિકેટ કારકિર્દી શરૂ થઈ.

તેની બોલિંગ જોઈને તેના ભાઈએ તેને ક્રિકેટ એકેડમીમાં જોડાવાનું કહ્યું. 11 ડિસેમ્બર 2020 ના રોજના તેના અહેવાલમાં બીબીસીએ નૂરને ટાંકીને જણાવ્યું હતું કે, અમે જ્યાં રહીએ છીએ તે ખોસ્તમાં મારા મોટા ભાઈઓ સાથે ક્રિકેટ રમતો હતો. હું ટીવી પર રાષ્ટ્રીય ટીમને રમતા જોતો હતો અને સપનું જોતો હતો કે હું પણ એક દિવસ રમીશ.

તેણે કહ્યું, ઘણા લોકોને મારા બોલ રમવામાં તકલીફ પડતી હતી. મારા એક ભાઈએ મને સૂચન કર્યું કે મારે ક્રિકેટ એકેડમીમાં જવું જોઈએ. નૂરની યાત્રા અહીંથી શરૂ થઈ અને તે એક નવા રસ્તા પર નીકળી પડ્યો. તેણે 14 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ. ત્યારપછી તે અફઘાનિસ્તાનની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટમાં પણ રમ્યો હતો.

અંડર-19 વર્લ્ડ કપમાં માંકડિંગ વડે ચર્ચા બનાવી હતી

નૂર જ્યારે છેલ્લી વખત એટલે કે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં રમી રહ્યો હતો, ત્યારે તેણે પાકિસ્તાન સામેની મેચમાં એવું કામ કર્યું હતું કે તે વિવાદોમાં ફસાઈ ગયો હતો. તેણે માંકડિંગ વડે પાકિસ્તાનના મુહમ્મદ હુરાઇયારને આઉટ કર્યો. માકડિંગને લઇહંમેશા વિવાદ રહ્યો છે અને ઘણા તેને રમતની ભાવના વિરુદ્ધ માને છે.

2020માં અંડર-19 વર્લ્ડ કપ અને BBLમાં રંગ જમાવ્યા પછી, નૂરનું આગળનુ ગંતવ્ય પાકિસ્તાન સુપર લીગ બની ગયું. આ લીગમાં તે કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમ્યો હતો. અહીં પણ તેણે પોતાના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા.

14 વર્ષની ઉંમરે જ IPL ટીમની નજર પડી

2019માં તે અફઘાનિસ્તાન અંડર-19 ટીમ સાથે ભારત આવ્યો હતો. તેણે પાંચ મેચમાં નવ વિકેટ ઝડપી હતી. ત્યારે તે માત્ર 14 વર્ષનો હતો. આ દરમિયાન IPL ટીમ રાજસ્થાન રોયલ્સની નજર તેના પર પડી હતી. રાજસ્થાને પણ તેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો. તે વર્ષે તેણે આઈપીએલની હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

આ પણ વાંચોઃ  PSL 2022: પુષ્પા વોક ડાન્સ ફિવર હવે પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ખેલાડીઓ પર સવાર, વાયરલ થયો Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">