AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ટીમ ઇન્ડીયા સામે ન્યૂઝીલેન્ડનો T20I માં સૌથી વધુ છગ્ગા લગાવનારો ‘સિક્સર કિંગ’ મેદાને ઉતરશે!, ઇજામાંથી સ્વસ્થ થયા મળ્યા સમાચાર

હરીફ ટીમોને પહેલા બેટથી ફટકારનાર કિવી ટીમનો આ બેટ્સમેન ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયા (Team India) ને નુકસાન પહોંચાડવા માટે તૈયાર થઈ ગયો છે.

IND vs NZ: ટીમ ઇન્ડીયા સામે ન્યૂઝીલેન્ડનો T20I માં સૌથી વધુ છગ્ગા લગાવનારો 'સિક્સર કિંગ' મેદાને ઉતરશે!, ઇજામાંથી સ્વસ્થ થયા મળ્યા સમાચાર
Martin Guptill
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:51 PM
Share

ભારત સામે ટક્કર પહેલા ન્યુઝીલેન્ડ માટે સારા સમાચાર છે. કેપ્ટન કેન વિલિયમ્સન (Kane Williamson) ચિંતામાં હતો કે જે હવે દૂર થઈ ગયું છે. બેટથી વિરોધી ટીમોને પહેલા ફટકારનારા કિવી બેટ્સમેન ઈજામાંથી બહાર આવી ગયો છે અને ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે. તે બેટ્સમેન બીજો કોઈ નહીં પણ માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill) છે. જેણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે.

કિવી ઓપનર પાસે T20 ઇન્ટરનેશનલમાં 147 સિક્સરનો રેકોર્ડ છે, જે હવે ભારત સામે 150નો આંકડો પાર કરતા જોવા મળી શકે છે. ગુપ્ટિલ પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેના ભારત સામે રમવા પર સસ્પેન્સ હતું. પરંતુ મેચના એક દિવસ પહેલા આ સસ્પેન્સના વાદળો વિખેરાઈ ગયા છે.

ટી20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ જ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હેરિસ રઉફનો એક બોલ તેના ડાબા પગના અંગૂઠા પર વાગ્યો હતો, જેના પછી ભારત સામેની તેની રમત પર સસ્પેન્સની તલવાર લટકી ગઈ હતી. પરંતુ, મેચના એક દિવસ પહેલા તેના ફિટ થવાના સમાચારે કિવી ટીમનું ટેન્શન દૂર કર્યું છે. ટ્રેન્ટ બોલ્ટે પ્રેસ કોન્ફરન્સમાં માર્ટિન ગુપ્ટિલના ફિટ હોવાના સમાચાર આપ્યા હતા.

ન્યુઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલ હોવાનો આ છે મતલબ

ભારત સામે ન્યુઝીલેન્ડની ટીમમાં માર્ટિન ગુપ્ટિલનું હોવું કેટલું મોટું કામ છે, તે આ આંકડાઓ પરથી જ સમજી લો. તે T20I માં સૌથી વધુ 147 સિક્સર મારનાર બેટ્સમેન છે. આ સિવાય તે ક્રિકેટના આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આટલું જ નહીં, તે T20 ઇન્ટરનેશનલમાં સફળ રન ચેઝમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ પચાસ પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન છે.

આ પણ વાંચોઃ SA vs SL, T20 World Cup 2021: હસારંગાએ સાઉથ આફ્રિકા સામે મેળવી હેટ્રીક, પરંતુ ડેવિડ મિલરની રમત સામે થઇ ગઇ બેકાર, આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યુ

આ પણ વાંચોઃ T20 World Cup Final: મમતા બેનર્જી T20 વિશ્વકપ મેચ નિહાળવા માટે દુબઇ જશે, સૌરવ ગાંગુલીના નિમંત્રણનો સ્વિકાર કર્યો

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">