MI vs RR IPL Match Result: રાજસ્થાનનો મુંબઈ સામે 23 રનથી શાનદાર વિજય, ઈશાન-તિલકની અડધી સદી એળે ગઈ
Mumbai Indians vs Rajasthan Royals IPL Match Result: મુંબઈની ટીમ વતીથી ઈશાન કિશન અને તિલક વર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી. બંનેએ મોટી ભાગીદારી રમત રમી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (Mumbai Indians vs Rajasthan Royals) વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. IPL 2022 ની 10 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ હારીને મેદાને ઉતરતા જોસ બટલર (Jos Buttler) ની સદી વડે મુંબઈ ઈન્ડિયન્સ સામે 193 રન નો સ્કોર ખડક્યો હતો. જેનો પિછો કરવાના પ્રયાસમાં મુંબઈની ટીમ 23 રન દૂર રહી ગઈ હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી રન ચેઝ કરવાની રણનિતી પસંદ કરી હતી. જે નિષ્ફળ રહી હતી. મુંબઈ એ બીજી મેચ ગુમાવી દીધી છે. મુંબઈ તરફ થી ઇશાન કિશન અને તિલક વર્મા (Tilak Varma) એ અડધી સદી નોંધાવી હતી. જોકે અંતે 23 રને મુંબઈની હાર થઈ હતી. સિઝનમાં મુબંઈની આ બીજી હાર નોંધાઈ છે.
મુંબઈના કેપ્ટન રોહિત શર્માના રુપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો, એ વખતે ટીમનો સ્કોર માત્ર 15 રન હતો. હિટમેન 5 બોલમાં 10 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે ત્યાર બાદ ઈશન કિશને (54 રન 43 બોલ) બાજી સંભાળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજે છેડે રહેલ અનમોલપ્રીત સિંહ 5 રન કરીને વિકેટ ગુમાવી દેતા મુંબઈની મુશ્કેલીઓ શરુ થઈ હતી અને મુંબઈની રમત ધીમી થઈ હતી. જોકે તિલક વર્માએ ક્રિઝ પર આવતા જ સ્કોર બોર્ડને ફરી ગતી આપી હતી. તેણે છગ્ગા ફટકારતી રમત રમીને રાજસ્થાનના બોલરોને પરેશાન કરી મુક્યા હતા. તેણે 33 બોલમાં 61 રનની ઈનીંગ રમી હતી. ઈશાન અને તિલકે મોટી ભાગીદારી સર્જીને મેચને બરાબર પર રાખી હતી.જોકે બંનેએ વિકેટ ગુમાવતા મુંબઈની આશાઓ પર પાણી ફરી વળ્યુ હતુ.
કિરોન પોલાર્ડે પણ મેચને બનાવી રાખવા માટે પ્રયાસ અંતમાં કર્યો હતો. પરંતુ તેને સફળતા મળી શકી નહોતી અને જીત માટે જરુરી રન રેટ ઉંચો થઈ ચુક્યો હતો. જેને પહોંચી વળવાના દબાણમાં જ જાણે કે તેણે વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 24 બોલમાં 22 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ (1) ડેનિયલ સેમ્સ (0) અને મુરુગન અશ્વિન (6) ઝડપથી આઉટ થયા હતા. આમ 8 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે મુંબઈ એ 170 રન કર્યા હતા.
ચહલ-સૈનીની 2-2 વિકેટ
રાજસ્થાનના બોલરોએ પણ મેચને પોતાના તરફી રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કરી દીધા હતા. નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી. બોલરોએ મુંબઈ પર દબાણ વધારવા માટે સતત પ્રયાસ કર્યો હતો. જેને લઈ ઈશાન અને તિલક સિવાયના બેટ્સમેનો ક્રિઝ પર સરળતાથી રમી શક્યા નહોતા.