AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેન વિલિયમસન (Kane Williamson) નો કેચ વિવાદાસ્પદ બન્યો હતો.

IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી
Kane Williamson રાજસ્થાન સામે કેચ આઉટ આપ્યો હતો.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:05 PM
Share

IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની શરૂઆત ખરાબ રહી હતી. પોતાની પ્રથમ મેચમાં તેને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં સનરાઇઝર્સને રોયલ્સ દ્વારા 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ની વિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો. 200થી વધુ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સે કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. જો કે તેનો કેચ યોગ્ય હતો કે નહીં તે અંગે ઘણો વિવાદ થયો હતો, જે સોશિયલ મીડિયા પર પણ છવાયેલો હતો.

મેચ બાદ ટીમના કોચ ટોસ મૂડી ખૂબ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. તેમણે ટીવી અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. મેચ હાર્યા બાદ હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેનને આઉટ આપવામાં આવ્યો, ખાસ કરીને જ્યારે અમે રિપ્લે જોયું. હું સમજી શકું છું કે ફિલ્ડ અમ્પાયર શા માટે થર્ડ અમ્પાયર તરફ વળ્યા હતા. ટીમના મેનેજમેન્ટે તેની સામે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

હૈદરાબાદે ફરિયાદ નોંધાવી હતી

મિડીયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી નારાજ, સનરાઇઝર્સ હૈદરાબાદે IPL ગવર્નિંગ કાઉન્સિલમાં અમ્પાયર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ લખ્યું, ‘હા, અમે આના વિરુદ્ધ બીસીસીઆઈને ફરિયાદ મોકલી છે. નિયમો અનુસાર, કોચ પહેલા તેની વિરુદ્ધ ફરિયાદ કરે છે અને ત્યાર બાદ બાકીની પ્રક્રિયા થાય છે.

શું હતો સમગ્ર મામલો

હૈદરાબાદની ટીમને 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઓવરના ચોથા બોલ પર, પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ વિલિયમસનના બેટની બહારની કિનારે અથડાયો અને વિકેટકીપર અને પ્રથમ સ્લિપ પર ઉભેલા ફિલ્ડરની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. રાજસ્થાનના વિકેટકીપર સંજુ સેમસને તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ગ્લોવઝમાં અથડાયા બાદ સ્લીપમાં જતો રહ્યો. દેવદત્ત પડિકલે આ બોલ ઝડપી લીધો અને આઉટ માટે અપીલ કરી. અમ્પાયરે તેને ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યો જેણે વિલિયમસનને આઉટ આપ્યો. રિપ્લે દેખાડવામાં આવી રહ્યુ હતુ, તેથી એંગલથી જોતા એવું લાગતું હતું કે બોલ પડિકલના હાથમાં આવતા પહેલા જમીનને સ્પર્શી ગયો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ IPL 2022 CSK vs PBKS Live Streaming: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે? જાણો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">