Video : ધોનીની એન્ટ્રી પર મુંબઈ ઈન્ડિયન્સની માલકિન નીતા અંબાણીએ કાન ઢાંક્યા, વીડિયો થયો વાયરલ

|

Mar 25, 2025 | 7:08 PM

IPLની મેચમાં મેદાનમાં ધોનીની એન્ટ્રી થાય ત્યારે આખું સ્ટેડિયમ "ધોની-ધોની" ના નારાથી ગુંજી ઉઠે છે. આ જોરદાર નજારો ફરી એકવાર લગભગ 10 મહિના બાદ જોવા મળ્યો હતો, જ્યારે IPL 2025ની ત્રીજી મેચમાં ચેન્નાઈમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ધોની બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો. જો કે આ સમયે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની માલિક નીતા અંબાણીએ જે રીતે ધોનીની એન્ટ્રી પર પ્રતિક્રિયા આપી, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.

Video : ધોનીની એન્ટ્રી પર મુંબઈ ઈન્ડિયન્સની માલકિન નીતા અંબાણીએ કાન ઢાંક્યા, વીડિયો થયો વાયરલ
Nita Ambani covers her ears on MS Dhonis entry
Image Credit source: X/PTI

Follow us on

IPL 2025ની ત્રીજી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રીએ સ્ટેડિયમમાં હલચલ મચાવી દીધી હતી. ધોની બેટિંગ કરવા મેદાન પર આવતાની સાથે જ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું અને આખું સ્ટેડિયમ “ધોની… ધોની…” ના નારાથી ગુંજી ઉઠ્યું. આ રોમાંચક વાતાવરણમાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની માલકીન નીતા અંબાણીએ, પ્રેક્ષકોના અવાજથી બચવા પોતાના બંને કાન ઢાંકેલા જોવા મળ્યા હતા.

ધોનીની એન્ટ્રી અને નીતા અંબાણીએ કાન બંધ કરી દીધા

ધોનીના ચાહકો ખુશીથી નાચી રહ્યા હતા અને કેટલાક ભાવુક પણ થઈ ગયા હતા, પરંતુ સ્ટેડિયમમાં અચાનક ઘોંઘાટ વધી ગયો અને નીતા અંબાણીએ કાન બંધ કરી દીધા. તેમનું આ પગલું સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને અવાજથી બચવાનો એક સામાન્ય પ્રયાસ ગણાવ્યો, જ્યારે કેટલાક યુઝર્સે તેને ધોનીના ફેન ફોલોઈંગની તાકાત ગણાવી.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

 

યુઝર્સે નીતા અંબાણીની પ્રતિક્રિયા પર કરી કોમેન્ટ

આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. ધોનીની હાજરીએ મેચને વધુ રોમાંચક બનાવી દીધી હતી, કારણ કે મેદાનમાં પ્રવેશતાની સાથે જ સ્ટેડિયમનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ, યુઝર્સે નીતા અંબાણીની પ્રતિક્રિયા પર અલગ અલગ મંતવ્યો આપ્યા છે. એક યુઝરે કહ્યું, “આ ધોનીનો જાદુ છે,” જ્યારે બીજાએ કહ્યું, “જો રોહિતની એન્ટ્રી દરમિયાન આવું થયું હોત તો શું નીતા અંબાણીએ પોતાના કાન બંધ કરી દીધા હોત?”

આ પણ વાંચો: IPL 2025 : પ્રીતિ ઝિન્ટાની ટીમનો છોકરો તોફાન મચાવવા તૈયાર, ચોગ્ગા કરતા વધુ ફટકારે છે છગ્ગા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 7:05 pm, Tue, 25 March 25