AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આઇપીએલનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો, સળંગ 7 હારથી શરમજનક સ્થિતી

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પાંચ વખત આઈપીએલની વિજેતા ટીમ છે પરંતુ આઈપીએલ 2022માં તેની હાલત ખરાબ છે. રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ સાત મેચ રમ્યા બાદ પણ જીત માટે તલપાપડ છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આઇપીએલનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો, સળંગ 7 હારથી શરમજનક સ્થિતી
Mumbai indians પોઈન્ટ ટેબલમાં તળીયે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:26 AM
Share

IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આ સિઝનમાં સતત સાત મેચ હારી છે. આઈપીએલમાં કોઈપણ ટીમ માટે આ સૌથી ખરાબ શરૂઆત છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કોઈપણ ટીમ આઈપીએલમાં તેની પ્રથમ સાત મેચ હારી નથી. આ અનિચ્છનીય રેકોર્ડ 21 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) દ્વારા નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ત્રણ વિકેટથી પરાજય બાદ રોહિત શર્મા (Rohit Sharma) ના સુકાની મુંબઈ ઈન્ડિયન્સના નામે થયો હતો. તિલક વર્માની હિંમતભરી ફિફ્ટીની મદદથી મુંબઈએ 155 રન બનાવ્યા હતા. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી ઓવરમાં ચેન્નાઈએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. IPL 2022 માં આ ટીમની આ બીજી જીત હતી.

મુંબઈ ઈન્ડિયન્સ IPL માં પહેલીવાર સતત સાત મેચ હારી છે. આ પહેલા 2014માં સતત પાંચ હારનો રેકોર્ડ તેના નામે હતો. પરંતુ તે સિઝનમાં આ ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. પરંતુ હવે આમ કરવું ખૂબ મુશ્કેલ છે. મુંબઈના હાથમાં માત્ર સાત મેચ બાકી છે. 10 ટીમોની આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમોએ 10-10 પોઇન્ટ મેળવ્યા છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમોના આઠ-આઠ પોઈન્ટ છે.

આ સિઝનમાં મુંબઈને ચેન્નાઈ, રાજસ્થાન, લખનૌ, બેંગ્લોર, કોલકાતા, દિલ્હી અને પંજાબના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ એ ચાર વાર પ્રથમ બેટિંગ કરતી વખતે અને ત્રણ વખત લક્ષ્યનો પીછો કરતી વખતે હારી ગયું છે.

મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર નથી

મુંબઈ ભલે સાત મેચ હારી ગયું હોય, પરંતુ હજુ સુધી આ ટીમ IPL 2022 પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી. તેની પાસે હજુ પણ આગળ વધવાની તક છે. પરંતુ આ માટે તેણે બાકીની સાત મેચ જીતવી પડશે. ઉપરાંત, અન્ય ટીમોના પ્રદર્શન પર આધાર રાખવો પડશે. જો આ સ્થિતિ બાદ પણ મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચે છે તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.

મુંબઈ સતત 6થી વધુ મેચ હારનારી 7મી ટીમ બની છે

IPL માં મુંબઈ એવી સાતમી ટીમ છે જેણે સળંગ એક સિઝનમાં છ કે તેથી વધુ મેચ ગુમાવી હોય. મુંબઈ પહેલા ડેક્કન ચાર્જર્સ (2008માં સાત), પંજાબ કિંગ્સ (2015માં સાત), દિલ્હી કેપિટલ્સ (2013માં છ અને 2014માં નવ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2017માં સાત, 2019માં સાત), પુણે વોરિયર્સ (2012માં નવ) ) અને 2013માં નવ) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (2009માં નવ) એવી ટીમો છે જેણે સતત સાત મેચ હારી છે.

આ પણ વાંચો : IPL 2022 Points Table: મુંબઈની સ્થિતી કફોડી, 7 મેચ હારીને રોહિત શર્માની ટીમને પોઈન્ટના નામે ‘મીંડુ’

આ પણ વાંચો : IPL 2022: ધોની સામે મુંબઈ પરાસ્ત, મેચ બાદ માહિ પર રોહિત શર્માએ જબરદસ્ત વાત કહી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">