IPL 2022: ધોની સામે મુંબઈ પરાસ્ત, મેચ બાદ માહિ પર રોહિત શર્માએ જબરદસ્ત વાત કહી

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા, પરંતુ એમએસ ધોની (Ms Dhoni) ની જબરદસ્ત બેટિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) છેલ્લા બોલે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

IPL 2022: ધોની સામે મુંબઈ પરાસ્ત, મેચ બાદ માહિ પર રોહિત શર્માએ જબરદસ્ત વાત કહી
Rohit Sharma એ આ સિઝનમાં હજુ એક પણ જીત મેળવી નથી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:31 AM

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ 22 એપ્રિલે IPL 2022 ની રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે ત્રણ વિકેટની હાર બાદ કહ્યું કે અંતમાં મહેન્દ્ર સિંહ ધોની (Ms Dhoni) અને ડ્વેન પ્રિટોરિયસે મેચ છીનવી લીધી. ધોની (અણનમ 28) એ ફિનિશર તરીકેની તેની ભૂમિકા શાનદાર રીતે ભજવી CSK ને છેલ્લા બોલે જીતવામાં મદદ કરી કારણ કે મુંબઈ ઈન્ડિયન્સનો સતત સાતમો પરાજય થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ખરાબ શરૂઆત કરી હતી પરંતુ તિલક વર્માની અણનમ 51 રનની અડધી સદી સાથે ટીમને પાટે ચઢાવી હતી અને સાત વિકેટે 155 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.

CSK ની નબળી ફિલ્ડિંગ પણ મુંબઈ ઈન્ડિયન્સના 150 થી વધુ રનના સ્કોરમાં ફાળો આપે છે, જેણે ઘણી વખત વિરોધી ટીમના ખેલાડીઓને જીવન આપ્યું હતું અને માત્ર કેપ્ટન જાડેજા બે વખત કેચ લેવામાં નિષ્ફળ ગયો હતો. CSK ના ડાબા હાથના મધ્યમ ગતિના બોલર મુકેશ ચૌધરીએ શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ લીધી, જેમાં પહેલી જ ઓવરમાં બે વિકેટ લેવાનો સમાવેશ થાય છે. જેના કારણે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

રોહિત શર્માએ શું કહ્યું

મેચ બાદ રોહિતે કહ્યું કે, શરૂઆતની વિકેટો ગુમાવવા છતાં અમે સારો સ્કોર બનાવવામાં સફળ રહ્યા હતા. અમે સારો પડકાર આપ્યો અને બોલરોએ અમને મેચમાં જાળવી રાખ્યા. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે શાંત એમએસ ધોની શું કરી શકે છે. અંતે, ધોની અને (ડ્વેન) પ્રિટોરિયસે મેચ અમારી પાસેથી છીનવી લીધી. અમે તેના પર અંત સુધી દબાણ બનાવી રાખ્યું હતું. ટોપ ઓર્ડર તરફ આંગળી ચીંધવી મુશ્કેલ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ મેચમાં મુંબઈનો ટોપ ઓર્ડર સસ્તામાં સેટલ થઈ ગયો હતો. આ અંગે રોહિતે કહ્યું કે, જો તમે બે-ત્રણ વિકેટ વહેલા ગુમાવશો તો મુશ્કેલ થઈ જશે ત્યાર બાદ તમારે મેચમાં આખો સમય લડતા રહેવું પડશે. અમે સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યા હતા જેના દ્વારા અમને લાગ્યું કે અમે તેમને દબાણમાં રાખી શકીએ છીએ. મને લાગે છે કે અમે તેમને છેલ્લી ઓવર સુધી દબાણમાં રાખ્યા હતા. પરંતુ અંતે એમએસ અને પ્રિટોરિયસે તેમને વિજય અપાવ્યો.

મુંબઈથી પ્લેઓફની ટિકિટ દૂર થઈ ગઈ

IPL 2022 માં મુંબઈ સતત સાત મેચ હારી ગયું છે. જોકે સત્તાવાર રીતે તે હજુ સુધી ટૂર્નામેન્ટમાંથી બહાર નથી થઈ. પરંતુ હવે મુંબઈનું પ્લેઓફમાં જવું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. જો તે બાકીની સાત મેચમાં વિજય મેળવશે તો જ પ્લેઓફમાં પહોંચવાના સમીકરણ બેસી જશે. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર ઈશાન કિશનનું ફોર્મ ચિંતાનો વિષય છે. આ બંને મુંબઈ સામે ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

આ પણ વાંચો : મોદીની કાશ્મીર મુલાકાત પૂર્વે, CISF જવાનોને લઈ જતી બસ પર આતંકી હુમલો, એક જવાન શહીદ-બે ઘાયલ

આ પણ વાંચો :  અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">