AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રોહિત શર્માનું સુકાની પદ છોડવું નિશ્ચિત હતું? વર્લ્ડ કપની હાર બાદ તેને હટાવવાની યોજના!

2013માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો અને ત્યારપછી આગામી 10 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું અને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું. જો કે, છેલ્લી 3 સિરીઝમાં ટીમ ટાઈટલની નજીક પણ ન આવી શકી અને 2022માં, મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ વખત પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી. એવામાં આગામી સિઝનમાં રોહિતને કેટપણ તરીકે હટાવી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.

શું રોહિત શર્માનું સુકાની પદ છોડવું નિશ્ચિત હતું? વર્લ્ડ કપની હાર બાદ તેને હટાવવાની યોજના!
Rohit Sharma
| Updated on: Dec 16, 2023 | 11:20 AM
Share

મુંબઈ ઈન્ડિયન્સે એવું કર્યું જેની એક મહિના પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈએ તેના સૌથી સફળ સુકાની અને ટીમને 5 વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને સુકાની પદેથી હટાવી દીધો છે. મુંબઈએ હવે આ જવાબદારી તેના જ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપી છે.

રોહિને હટાવી હાર્દિકને બનાવ્યો કેપ્ટન

હાર્દિક પંડ્યાએ છેલ્લી 2 સિઝનમાં સફળતાપૂર્વક ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરી હતી. સવાલ એ છે કે આટલી સફળતા છતાં અને તેની નિવૃત્તિ પહેલા ફ્રેન્ચાઈઝીએ રોહિતને હટાવવાનો નિર્ણય કેમ લીધો? શું આને વર્લ્ડ કપના પ્રદર્શન સાથે પણ લેવાદેવા છે?

રોહિતની 10 વર્ષની સફળ કેપ્ટન્સીનો અંત

પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે 15 ડિસેમ્બરે એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી કે હાર્દિક પંડ્યા આગામી સિઝનથી ટીમનો કેપ્ટન રહેશે. આ સાથે રોહિત શર્માના છેલ્લા 10 વર્ષના સફળ કાર્યકાળનો પણ અંત આવ્યો. રોહિતની કપ્તાનીમાં મુંબઈએ આ પાંચેય ખિતાબ જીત્યા હતા. જોકે, ટીમ છેલ્લી સતત 3 સિઝનમાં ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. હકીકતમાં 2022 માં ટીમ પ્રથમ વખત સૌથી છેલ્લા સ્થાને રહી હતી.

રોહિતની કપ્તાનીમાં ત્રણ ICC ટૂર્નામેન્ટ ગુમાવી

છેલ્લા એક વર્ષમાં રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 3 આઈસીસી ટૂર્નામેન્ટ ગુમાવી છે. આમાં પણ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ ફાઈનલમાં હાર સૌથી વધુ દર્દ આપનારી હતી, કારણ કે આ વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો અને ટીમનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું હતું. છતાં ફાઈનલમાં રોહિતના ઘણા નિર્ણયો ખૂબ જ નિરાશાજનક હતા, જેના કારણે ટીમ પહેલાથી જ જીતની આશા ગુમાવી ચૂકી હતી.

કેપ્ટનશિપમાં ફેરફાર માટે 3 અઠવાડિયા રાહ જોઈ

પ્લેયર્સ રિટેન્શન ડેના બે દિવસ પહેલા 26મી નવેમ્બરે હાર્દિક પંડ્યા મુંબઈ પરત ફરી રહ્યો હોવાના સમાચાર આવવા લાગ્યા હતા. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે હાર્દિક જ ટીમનો કેપ્ટન રહેશે. મુંબઈએ હાર્દિકની વાપસીની જાહેરાત કરી હતી પરંતુ કેપ્ટનશિપમાં ફેરફાર માટે લગભગ 3 અઠવાડિયા સુધી રાહ જોઈ. સવાલ એ છે કે મુંબઈને આવી જરૂર કેમ પડી? શું ફ્રેન્ચાઈઝીએ કેપ્ટન તરીકે રોહિત શર્માની ક્ષમતા પર શંકા કરવાનું શરૂ કર્યું હતું? શું ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ ન જીતવું આ પાછળનું કારણ છે?

મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી ત્રણ સિઝન રહી ખરાબ

જો જોવામાં આવે તો આ કારણ શક્ય લાગે છે કારણ કે છેલ્લી 3 સિઝનમાં ટીમ ટાઈટલની નજીક આવી શકી ન હતી, જેમાં 2 સિઝનમાં તેમને મેચ જીતવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સિવાય IPLમાં રોહિતના બેટમાંથી રન પણ નીકળતા ન હતા. આટલું જ નહીં રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે બધાને આશા હતી કે તે 2013થી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરી દેશે, પરંતુ એવું થયું નહીં.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ નિર્ણય

વર્લ્ડ કપ ફાઈનલના માત્ર 5 દિવસમાં જ મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિકના વાપસીના સમાચાર આવવા લાગ્યા અને 2 વર્ષની રાહ જોયા પછી 27મી નવેમ્બરે તે વાસ્તવિકતા બની. જે રીતે હાર્દિકે માત્ર 2 સિઝનમાં ગુજરાતમાં સફળતા અપાવી, જે બાદ તેને ટીમ ઈન્ડિયાના ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, તે સ્પષ્ટ છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મુંબઈએ રોહિતને સાઈડલાઈન કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં યોજાય મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">