ધોનીએ જીત્યો વર્લ્ડ કપ, તો શું બાકીના 10 ખેલાડીઓ લસ્સી પી રહ્યા હતા, હરભજન સિંહે આપ્યું અજીબો ગરીબ નિવેદન, જાણો કેમ

|

Apr 13, 2022 | 11:29 PM

ટીમ ઈન્ડિયા માટે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં રમનાર હરભજન સિંહ આઈપીએલમાં પણ તેની કેપ્ટનશિપમાં રમી ચૂક્યો છે. ભજ્જીએ વર્લ્ડ કપ 2011ને લઈને આવું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ધોનીએ જીત્યો વર્લ્ડ કપ, તો શું બાકીના 10 ખેલાડીઓ લસ્સી પી રહ્યા હતા, હરભજન સિંહે આપ્યું અજીબો ગરીબ નિવેદન, જાણો કેમ
MS Dhoni and Habhajan Singh (File Photo)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 માં હરભજન સિંહ (Harbhajan Singh) ક્રિકેટ કોમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળે છે. આ દરમિયાન તેણે આઈસીસી વર્લ્ડ કપ 2011 (ICC Cricket World Cup 2011) ને લઈને એવું નિવેદન આપ્યું જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ભજ્જીએ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને વર્લ્ડકપ જીતવાનો શ્રેય આપવા પર ટિપ્પણી કરી છે. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં શ્રીલંકા (Sri Lanka Cricket) સામે 2011 ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમી હતી. જેમાં ધોનીએ અણનમ 91 રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધોનીએ સિક્સર વડે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.

સ્ટાર સ્પોર્ટ્સ પર ચર્ચા દરમિયાન હરભજન સિંહે કહ્યું, ‘જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતે છે, ત્યારે હેડિંગ હોય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ અને જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું, ત્યારે તમામ જગ્યાએ હેડિંગ એવું હતું કે મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ જીતાડ્યો છે. તો ટીમના બાકીના ખેલાડીઓનું શું? આ બાકીના તમામ ખેલાડીઓ શું ત્યાં લસ્સી પીવા ગયા હતા. હરભજન સિંહે વધુમાં કહ્યું કે, ‘બાકીના 10 ખેલાડીઓએ તે મેચમાં શું કર્યું? ગૌતમ ગંભીરે શું કર્યું? વાત એમ છે કે આ એક ટીમ ગેમ છે. જ્યારે 11 ખેલાડીઓ ટીમમાં હોય છે ત્યારે 7-8 ખેલાડીઓ સારું રમશે. તો જ તમારી ટીમ આગળ વધશે.

ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની કપિલ દેવ (Kapil Dev) ની કપ્તાનીમાં વર્ષ 1983 માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે વર્ષ 2007 નો ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે બાદ વર્ષ 2011 માં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ જીતીને ક્રિકેટની દુનિયામાં ઈતિહાસ રચી દીધો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો. આમ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એકમાત્ર એવો કેપ્ટન છે જેણે પોતાની કેપ્ટનશિપમાં તમામ ત્રણ ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો : Rohit Sharma 10,000 T20 Runs: રોહિત શર્માએ હાંસલ કર્યો માઈલસ્ટોન, જાણો આ યાદીમાં કયા દિગ્ગજોનો સમાવેશ થાય છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : IPL 2022: RCBના ચાહકે લીધા વિચિત્ર શપથ, અમિત મિશ્રાને ચાહકના માતા-પિતાની થઈ ચિંતા

Next Article