IPL 2023માં ધોની ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે, ટ્વિટર પર મીમ્સનો વરસાદ થયો

|

Sep 04, 2022 | 5:06 PM

ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની કેપ્ટન્સીમાં 4 વખત ચેમ્પિયન બનાવનાર ધોની વર્ષ 2023માં ફરી એકવાર ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને આજે આની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં #IPL2023 અને #MSDhoni ટ્વિટર પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે.

IPL 2023માં ધોની ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે, ટ્વિટર પર મીમ્સનો વરસાદ થયો
IPL 2023માં ધોની ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે
Image Credit source: Twitter

Follow us on

IPL 2023 : જેમને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની સર્વશ્રેષ્ઠ ટીમ અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કપ્તાનીમાં પણ પસંદ છે, તો આવા ચાહકો માટે એક સારા સમાચાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની કેપ્ટન્સીમાં ચાર વખત ચેમ્પિયન બનાવનાર ધોની વર્ષ 2023માં ફરી એકવાર ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને આજે આની જાહેરાત કરી છે. તમે જાણતા જ હશો કે ગત સિઝનની શરૂઆત પહેલા જ ધોનીએ ટીમની કમાન છોડી દીધી હતી, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે બાદમાં ધોનીએ ફરીથી ટીમની કમાન સંભાળી હતી.

ધોનીને આઈપીએલ 2022માં કેપ્ટન્સી ન કરતા જોઈને તેના ચાહકો થોડા દુ:ખી થયા હતા, પરંતુ જ્યારથી જાણવા મળ્યું છે કે, તે આવતા વર્ષે ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનશે, ત્યારે ફેન્સની ખુશીની કોઈ સીમા નથી. #IPL2023 અને #MSdhoni પણ ટ્વિટર પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે અને ફની મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Next Article