વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ, ડરબનમાં ICCની બેઠકમાં કરશે આ માંગ
પાકિસ્તાન ઇચ્છે છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની મેચો ભારતમાં નહીં પણ તટસ્થ સ્થળોએ રમાય, જેવી રીતે ભારતે એશિયા કપની મેચો તટસ્થ સ્થળોએ યોજવાની માંગ કરી હતી અને બાદમાં એશિયા કપના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ICCએ BCCI સાથે મળીને આ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પરંતુ પાકિસ્તાન આને લઈને સતત મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ICCની બેઠક આ અઠવાડિયે ડરબનમાં યોજાવાની છે અને આ બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ ઝકા અશરફ સર્વોચ્ચ સંસ્થાની સામે પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચો ભારતની બહાર તટસ્થ દેશમાં યોજવાની માંગ કરશે.
મેચો તટસ્થ સ્થળોએ યોજવાની માંગ
પાકિસ્તાનના ખેલ મંત્રી એહસાન માઝરીએ આ અંગે માહિતી આપી છે. ભારતે પાકિસ્તાનમાં એશિયા કપની મેચો રમવાનો ઇનકાર કર્યો હતો અને આ મેચો તટસ્થ સ્થળોએ યોજવાની માંગ કરી હતી, જેને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા સ્વીકારવામાં આવી હતી. હવે પાકિસ્તાન પણ વર્લ્ડ કપને લઈને આવું જ કરવા માંગે છે.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/dakTklwcYe
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
ICCની બેઠકમાં કરશે રજૂઆત
રમતગમત મંત્રીએ કહ્યું કે અશરફ આવતા અઠવાડિયે ICCની બેઠકમાં ભાગ લેવા જશે અને આ મુદ્દો ઉઠાવશે. તેણે કહ્યું કે અશરફ કહેશે કે જ્યારે ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ ન કરી શકે તો પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચો પણ તટસ્થ સ્થળે યોજવી જોઈએ.
ભારતની માંગ સ્વીકારવામાં આવી હતી
આ વર્ષે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ BCCIએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. ભારતે તેની એશિયા કપની મેચો અન્ય દેશમાં યોજવાની માંગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. એશિયા કપમાં કુલ 13 મેચો રમાવાની છે જેમાંથી ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.
Ministry of Inter-Provincial Coordination expresses concern over PCB’s direct letter to PM seeking World Cup permission. Breach of norms raises eyebrows. #Cricket #Pakistan #WorldCuphttps://t.co/zfY9ZLj0Gr
— Home of T20 (@HomeofT20) July 10, 2023
આ પણ વાંચો : IND VS WI: પ્રેક્ટિસ સેશનમાં રોહિતની ગેરહાજરી પર ઉઠયા સવાલ, વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ બની શકે છે પડકાર
સુરક્ષાના મુદ્દાઓ પર રાજનીતિ
BCCIએ સુરક્ષાનું કારણ આપીને પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો હતો અને હવે પાકિસ્તાન પણ એ જ સૂરનું રટણ કરી રહ્યું છે. માઝરીએ કહ્યું કે BCCI પાકિસ્તાનમાં સુરક્ષાથી ડરે છે તો પાકિસ્તાન પણ ભારતની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાનની ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં, કારણ કે PCBએ કહ્યું કે આ નિર્ણય દેશની સરકાર લેશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હાલમાં જ આ અંગે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે નિર્ણય લેશે કે ક્રિકેટ ટીમને ભારત મોકલવી કે નહીં. રમત મંત્રી પણ આ સમિતિનો એક ભાગ છે. મઝરીએ દાવો કર્યો છે કે આ સમિતિએ કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં ન આવે તે અંગે કડક વલણ અપનાવવું જોઈએ.