MS Dhoni લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર થયો એક્ટિવ, ખાસ પ્રસંગે DP બદલ્યું

|

Aug 13, 2022 | 11:44 AM

ઈન્સ્ટાગ્રામ પર ધોનીના 39 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ધોની માત્ર ચાર લોકોને જ ફોલો કરે છે. પત્ની સાક્ષી ઉપરાંત યાદીમાં પુત્રી જીવા અને અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે.

MS Dhoni લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર થયો એક્ટિવ, ખાસ પ્રસંગે DP બદલ્યું
MS Dhoni (File Photo)

Follow us on

આખુ ભારત 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ત્રિરંગામાં રંગાઈ ગયું છે. ઘરોમાં ધ્વજારોહણથી લઈને દરેક વિસ્તારમાં દેશભક્તિના ગીતો ગાવામાં આવે છે. આ ખાસ સમયે દેશભરના લોકોમાં ઉર્જાનો માહોલ જોવા મળ્યો છે. પોતાની દેશભક્તિ માટે જાણીતા એમએસ ધોની (MS Dhoni) એ પણ હવે આ પહેલમાં ભાગ લીધો છે. સામાન્ય રીતે ધોની સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર બહુ સક્રિય રહેતો નથી. પરંતુ સ્વતંત્રતા દિવસ પહેલા તેણે તેનો ઈન્સ્ટાગ્રામ (Instagram) ડીપી બદલ્યો છે. નવી તસવીરમાં ભારતીય ધ્વજ દેખાઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે ‘ભાગ્ય છે મારું, હું ભારતીય છું’.

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેના 39 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ધોની માત્ર ચાર લોકોને જ ફોલો કરે છે. તેની પત્ની સાક્ષી ઉપરાંત તેની પુત્રી જીવા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને ફોલો કરે છે. જ્યારે તે તેના બુડથર્મ એકાઉન્ટને પણ ફોલો કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ધોનીએ અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર કુલ 107 પોસ્ટ કરી છે. જેમાં તેની છેલ્લી બે પોસ્ટમાં તેની નિવૃત્તિનો વીડિયો પણ છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરતી ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો હતો. ધોનીએ કેટલીક જૂની તસવીરો સાથે એક વીડિયો બનાવ્યો અને એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં બેકગ્રાઉન્ડમાં ‘મેં પલ દો પલ કા શાયર હૂં’ ગીત વાગી રહ્યું હતું. આ વીડિયો પોસ્ટ કરતા ધોનીએ લખ્યું, ‘તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. મને સાંજે 7.29 વાગ્યાથી નિવૃત્ત માનો.’

 

ધોનીએ ક્રિકેટની દુનિયામાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે એક જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે. જેમાં તે તેના ખેતરમાંથી સ્ટ્રોબેરી ખાતા જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) કારકિર્દીની વાત કરીએ તો તેની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનની સાથે શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ટેસ્ટ, વનડે અને ટી20માં તેના કુલ 17,266 રન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોની હવે માત્ર IPLમાં જ ચાહકોનું મનોરંજન કરતો જોવા મળે છે.

Next Article