Most Test Runs: ‘જો રૂટ સચિનનો રેકોર્ડ તોડી શકે છે પણ…’ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરનું નિવેદન

|

Jul 01, 2022 | 6:42 PM

Test Records: જો રૂટે (Joe Root) ટેસ્ટ ક્રિકેટમાં 10,285 રન બનાવ્યા છે. તે હવે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના સૌથી વધુ ટેસ્ટ રનના રેકોર્ડથી 5,636 રન દૂર છે.

Most Test Runs: જો રૂટ સચિનનો રેકોર્ડ તોડી શકે છે પણ... ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરનું નિવેદન
Joe Root and Sachin Tendulkar (PC: TV9)

Follow us on

સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના મોટા ભાગના રેકોર્ડ તોડવા અસંભવ લાગે છે. પરંતુ આ દિવસોમાં તેનો એક રેકોર્ડ તોડવાની ઘણી શક્યતાઓ છે. હકીકતમાં ટેસ્ટમાં સૌથી વધુ રનનો તેનો રેકોર્ડ જોખમમાં હોવાનું કહેવાય છે. જ્યારથી ઇંગ્લિશ બેટ્સમેન જો રૂટ (Joe Root) એ ટેસ્ટમાં 10,000 રનના આંકને સ્પર્શ કર્યો છે ત્યારથી આ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. જો રૂટ ભવિષ્યમાં સચિનનો રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા ક્રિકેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ લિસ્ટમાં વધુ એક પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટરનું નામ જોડાયું છે.

જો રૂટ (Joe Root) ના સાથી ખેલાડી નિક કોમ્પટનનું કહેવું છે કે ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર જો રૂટ ભારતના પુર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) નો ટેસ્ટ રેકોર્ડ (Test Record) તોડી શકે છે. જોકે આ માટે જરૂરી છે કે તે જે લય માં રમી રહ્યો છે તે જ રીતે તે રમતો રહે. કોમ્પટન કહે છે કે, ‘મને લાગે છે કે તે કરી શકશે. તે યુવાન છે અને ટેસ્ટ રન બનાવવા ની બાબત માં તે બરાબર એ જ સ્થાને છે જ્યાં સચિન 31 વર્ષની ઉંમરે હતો. જો ફિટનેસ સારી હોય અને કોઈ મોટી ઈજા ન હોય તો તેના જેવા ખેલાડી માટે આ રન બનાવવા મુશ્કેલ નથી. જો તે આ રીતે રન બનાવતો રહેશે તો તે ત્યાં પહોંચી જશે.’

આ અંગે કોમ્પટન કહે છે, જો તેની લય વચ્ચે નબળી પડી જાય, તો તે તેમાંથી કઇ રીતે બહાર આવશે તે તેના માટે એકમાત્ર પડકાર હશે. હમણાં તો તેને કોઇ રોકી શકતું નથી. જો તે તેંડુલકરનો રેકોર્ડ તોડે છે તો તે એક મોટી ઉપલબ્ધિ હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સચિનના રેકોર્ડથી 5,636 રન દુર છે જો રુટ

ક્રિકેટમાં સક્રિય ખેલાડીઓમાં જો રૂટ એકમાત્ર એવો ખેલાડી છે જેણે ટેસ્ટ (Test Cricket) માં 10,000 રન બનાવ્યા છે. જો રૂટ (Joe Root) એ તેની કારકિર્દીમાં 120 ટેસ્ટ મેચ રમી છે અને તેણે 50.17ની બેટિંગ એવરેજથી 10,285 રન બનાવ્યા છે. જોકે તે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના રેકોર્ડથી દૂર છે. સચિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 53.80ની બેટિંગ એવરેજથી 15,921 રન બનાવ્યા છે.

Next Article