IPL 2022 Auction: દેશ માટે નથી રમ્યા એક પણ મેચ, છતાં આ ખેલાડીઓ બન્યા માલા-માલ, જુઓ કોણ છે સૌથી મોંઘા?

|

Feb 13, 2022 | 8:52 PM

આ હરાજીમાં સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. ચાલો IPL 2022 ની હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ પર એક નજર

IPL 2022 Auction: દેશ માટે નથી રમ્યા એક પણ મેચ, છતાં આ ખેલાડીઓ બન્યા માલા-માલ, જુઓ કોણ છે સૌથી મોંઘા?
અનકેપ્ડ હોવા છતાં આ ખેલાડીઓ સૌથી મોંઘા રહ્યા

Follow us on

કોઇક 9 કરોડમાં વેચાયા અને કોઇકને 10 કરોડ મળ્યા. આ તે ખેલાડીઓના ભાવ રહ્યા છે જેમણે દેશ માટે એક પણ મેચ રમી નથી. ન તો ટેસ્ટ, ન તો ODI કે T20, છતાં પણ જેમનો દમ IPLમાં જોવા મળતો રહેશે. આવા ખેલાડીઓ પર જ્યારે IPL 2022 ની હરાજી (IPL 2022 Auction) માં તેના નામની બોલી લગાવવામાં આવી હતી, ત્યારે તેમને ખરીદવાની સ્પર્ધા આંતરરાષ્ટ્રીય પિચ પર દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ કરતાં ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ઓછી દેખાતી ન હતી. IPL 2022ની મેગા ઓક્શનમાં વેચાયેલા સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયર્સ (Most Expensive Uncapped Players in IPL 2022) ની વાત કરી રહ્યા છીએ.

IPL 2022 ની હરાજી માટે ભારત અને અન્ય દેશોના ઘણા અનકેપ્ડ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક અનકેપ્ડ ખેલાડીઓ કરોડોમાં વેચાયા હતા. આ હરાજીમાં સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ પણ તૂટ્યો હતો. ચાલો IPL 2022ની હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ પર એક નજર કરીએ.

IPL 2022 ના મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ

અવેશ ખાનઃ આ જમણા હાથના ફાસ્ટ બોલરને તેની સ્પીડના આધારે તેને 10 કરોડ રૂપિયાની કિંમત મળી છે. અને આ રકમ સાથે અવેશ ખાન IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

શાહરૂખ ખાનઃ બિગ હિટર શાહરૂખ ખાન IPL 2022નો બીજો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી છે. પંજાબ કિંગ્સ દ્વારા તેને ફરી એકવાર 9 કરોડમાં પોતાની સાથે જોડવામાં આવ્યો છે.

રાહુલ તેવટીયાઃ ઓલરાઉન્ડર રાહુલ જે એક સમયે રાજસ્થાન રોયલ્સનું ગૌરવ હતું, તે આ વખતે ગુજરાત ટાઇટન્સનું ગૌરવ બનશે. તેને આઈપીએલની નવી ટીમે 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેવટીયાની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી.

રાહુલ ત્રિપાઠીઃ KKRની ઘણી જીતના સાક્ષી રહેલા રાહુલ ત્રિપાઠી આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો છે. આ માટે તેની પાછળ 8.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ત્રિપાઠીએ ગત સિઝનમાં 17 મેચમાં 397 રન બનાવ્યા હતા.

ટિમ ડેવિડઃ આ ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સે 8.25 કરોડમાં પોતાની ટીમમાં ઉમેર્યો છે.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ફ્રેન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓ પર લુટાવ્યા પૈસા, જાણો કોણ રહ્યા સૌથી મોંઘા

આ પણ વાંચોઃ Yash Dayal, IPL 2022 Auction: મુંબઇ એ પરખવામાં થાપ ખાધી અને ગુજરાત ટાઇટન્સે ઝડપી બોલર યશ દયાળને 3.20 કરોડમાં ખરીદી લીધો, જાણો કોણ છે

Published On - 8:32 pm, Sun, 13 February 22

Next Article