AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shami and Mohit Sharma, IPL 2023: અમદાવાદમાં શમી અને મોહિત શર્માનો તરખાટ, હૈદરાબાદની કમર તોડી દીધી

GT vs SRH, IPL 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના બોલર મોહમ્મદ શમીએ જબરદસ્ત બોલિંગ વડે સનરાઈઝર્સ હૈદરાબાદની કમર તોડી દીધી હતી. શમીએ બોલિંગ વડે તોફાન મચાવી દીધુ હતુ.

Shami and Mohit Sharma, IPL 2023: અમદાવાદમાં શમી અને મોહિત શર્માનો તરખાટ, હૈદરાબાદની કમર તોડી દીધી
Mohit Sharma and Shami bowling in Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 11:25 PM
Share

IPL 2023 હવે તેના અંત તરફ છે અને ખેલાડીઓનો જૂસ્સો પણ હવે જબરદસ્ત છે. ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સોમવારે ટક્કર થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરી હતી. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના નુક્શાને 188 રનનો સ્કોર ખડક્યો હતો. શુભમન ગિલે શાનદાર સદી નોંઘાવી હતી. જ્યારે સાંઈ સુદર્શને 47 રનની ઈનીંગ રમી હતી. જ્યારે બોલિંગ દરમિયાન મોહમ્મદ શમી અને મોહિત શર્માએ 4-4 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો બાદમાં મોહિત શર્માએ કહેર વર્તાવ્યો હતો. શમીએ હૈદરાબાદની શરુઆત ખરાબ કરી દીધી હતી, જ્યાંથી હૈદરાબાદ ફરીથી ઉભુ થઈ શક્યુ નહોતુ.

ગિલ અને સુદર્શને શાનદાર 147 રનની ભાગીદારી નોંધાવી ગુજરાતને હૈદરાબાદ સામે  મજબૂત લક્ષ્ય રચવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. બંનેની રમતે ગુજરાતને મજબૂત સ્થીતીમાં રાખ્યુ હતુ. આ બંને સિવાયના બાકીના 7 પૈકી 5 ખેલાડીઓ શૂન્ય રને પરત ફર્યા હતા. જ્યારે બાકીના ચાર ખેલાડી બેકી સંખ્યાના આંકડે પહોંચી શક્યા નહોતા. આમ ગિલ કે સુદર્શનની વહેલી વિકેટ ઘર આંગણે ગુજરાતને મુસીબત સર્જી શકી હોત.

શમી અને મોહિતનો કહેર

ગુજરાત ટાઈટન્સને મોટી જીત મેળવવાના માટે મહત્વની ભૂમિકા બોલિંગ દરમિયાન મોહિત શર્મા અને મોહમ્મદ શમીએ નિભાવી હતી. બંનેએ પોતાની ભૂમિકા જબરદસ્ત નિભાવવામાં કોઈ જ કસર છોડી નહોતી. શમીએ વિકેટ ઉખેડવાની શરુઆત કરતા જ ટોપ 4 માંથી 3 વિકેટ પોતાના નામે કરી હતી. શમીએ ઓપનર અણનમોલપ્રીત સિંહ, રાહુલ ત્રિપાઠી અને હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ દરમિયાન યશ દયાલે ઓપનર અભિષેક શર્માની વિકેટ ઝડપી હતી. આમ 29 રનમાં જ હૈદરાબાદે ચાર વિકેટ ગુમાવી દેતા શરુઆત ખરાબ થઈ ગઈ હતી. શમીએ 4 ઓવર કરીને 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

ચોથી વિકેટના રુપમાં શમીએ હેનરીક ક્લાસેનની ઝડપી હતી. ક્લાસેને અડધી સદી નોંધાવી ગુજરાતની જીતને દૂર ધકેલવા લડત આપી રહ્યો હતો. બાદમાં મોહિત શર્માએ મોરચો સંભાળતા તેણે 2 ઓવર કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. મોહીતે સનવીર સિંહ, અબ્દુલ શમદ અને માર્કો યાન્સેનની વિકેટ ઝડપી હતી. ડેમાં 7મી ઓવરમાં મોહિતે 2 શિકાર ઝડપ્યા હતા. મોહિતે 4 ઓવર કરીને 28 રન ગુમાવીને 4 વિકેટ ઝડપી હતી. આમ 59 રનના સ્કોર પર જ હૈદરાબાદે 7 વિકેટ ગુમાવી દેતા મેચ ગુજરાત ટાઈટન્સ માટે એક તરફી બની ગઈ હતી.

આ પણ વાંચોઃ GT vs SRH, IPL 2023: અમદાવાદમાં 5 ખેલાડીઓના ખાતા ‘શૂન્ય’ રહ્યા, ગિલ અને સુદર્શન સિવાય સૌ ‘ઝીરો’ !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
g clip-path="url(#clip0_868_265)">