BCCI Contracts: બોર્ડે સિરાજનુ પ્રમોશન કર્યુ, તો આ સ્ફોટક બેટ્સમેનને ‘લોટરી’ લાગી ગઇ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા કરાર (BCCI Contracts) માં ખેલાડીઓની સંખ્યા 28થી ઘટાડીને 27 કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓના ગ્રેડ બદલ્યા છે, તો કેટલાકના ખિસ્સા પર કાતર મારી દીધી છે.
બીસીસીઆઈ ના નવા કરાર (BCCI Contracts) માં ખેલાડીઓની સંખ્યા 28થી ઘટાડીને 27 કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓના ગ્રેડ બદલ્યા. તેના ખિસ્સા પર કાતર મારી. મોટાભાગના ખેલાડીઓ નિરાશ થયા હતા. પરંતુ, ભારતીય ખેલાડીઓના તે નિરાશ ચહેરાઓ વચ્ચે બે ખુશ ચહેરા પણ જોવા મળ્યા. અને, તેઓએ જ લોટરી જીતી હતી. મેદાન પર તેના સતત પ્રદર્શન માટે તેને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નવા કરારમાં, જ્યાં મોટાભાગના ખેલાડીઓના ગ્રેડમાં ડિમોશન જોવા મળ્યું હતું, મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) એવો ખેલાડ છે જેને પ્રમોશન મળ્યું. આ જ દરમિયાન, એક ખેલાડીએ પ્રથમ વખત બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પ્રવેશ કર્યો અને તે નામ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) નુ છે.
બીસીસીઆઈએ નવા કરારમાં 27 ખેલાડીઓને 4 અલગ-અલગ ગ્રેડમાં વહેંચ્યા છે. આ ખેલાડીઓને દર વર્ષે તેમના ગ્રેડ પ્રમાણે અલગ-અલગ વાર્ષિક રકમ આપવામાં આવે છે. ગ્રેડ A-પ્લસ ધરાવતા ખેલાડીઓને 7 કરોડ રૂપિયા, A ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા જ્યારે C ગ્રેડનો ભાગ ધરાવતા ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
સિરાજનું પ્રમોશન, 2 કરોડ રૂપિયા વધુ સેલરી મળશે
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીસીસીઆઈના અગાઉના કરાર હેઠળ ગ્રેડ સી કેટેગરીમાં સામેલ હતો. પરંતુ, નવા કરારમાં બોર્ડે તેમને પ્રમોશન આપીને ગ્રેડ C થી ઉપર B ગ્રેડમાં સ્થાન આપ્યું છે. આ સાથે બોર્ડ તરફથી સિરાજને મળતી વાર્ષિક રકમમાં પણ વધારો થયો છે. હવે તેને 1 કરોડને બદલે 3 કરોડ રૂપિયા મળશે.
સૂર્યકુમારને પ્રથમ વખત કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું
ભારતના મિડલ ઓર્ડર સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પહેલીવાર BCCI ના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બોર્ડે તેને નવા કોન્ટ્રાક્ટમાં સી ગ્રેડમાં સ્થાન આપ્યું છે, એટલે કે હવે તેને બોર્ડ તરફથી વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા કરાર હેઠળ ગ્રેડ A પ્લસમાં 3 ખેલાડીઓ, A ગ્રેડમાં 5, B ગ્રેડમાં 7 અને C ગ્રેડમાં 12 ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
BCCI ના નવા કરારની યાદી
A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ.
A: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, મોહમ્મદ શામી, ઋષભ પંત.
B: ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા.
C: શિખર ધવન, હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, હનુમા વિહારી, યુઝવેન્દ્ર ચહલ, સૂર્ય કુમાર યાદવ, મયંક અગ્રવાલ, રિદ્ધિમાન સાહા, દીપક ચહર.