હાલમાં IPL 2024 માં મયંક યાદવ એકમાત્ર નામ છે જે સૌથી વધુ ચર્ચામાં છે, સૌથી વધુ હેડલાઇન્સ મેળવી રહ્યું છે અને ચાહકોને સૌથી વધુ ઉત્તેજિત કરી રહ્યું છે. માત્ર 21 વર્ષના આ યુવા ભારતીય ફાસ્ટ બોલરે માત્ર 2 મેચમાં જ પોતાની તોફાની ગતિથી સનસનાટી મચાવી દીધી છે અને દરેક તેના વિશે વાત કરી રહ્યા છે. IPL 2024માં સતત બે વખત સૌથી ઝડપી બોલનો રેકોર્ડ બનાવનાર મયંક શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકશે? આ પ્રશ્ન દરેકના હોઠ પર છે. આ શક્ય છે, જો તે તેની તકનીકમાં નાના પરંતુ મહત્વપૂર્ણ ફેરફારો કરી શકે.
દિલ્હીથી આવેલા 21 વર્ષના મયંક યાદવની આ ડેબ્યૂ IPL સિઝન છે. પંજાબ કિંગ્સ સામેની તેની પહેલી જ મેચમાં, જ્યારે તે 10મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે તેના 150 કિમી પ્રતિ કલાકની સ્પીડવાળા બોલથી બધાનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ તેણે તેની આગામી ઓવરનો પહેલો બોલ 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકીને હલચલ મચાવી દીધી હતી. આ સિઝનનો આ સૌથી ઝડપી બોલ હતો. તેણે સળંગ 150 થી ઉપર ઘણા બોલ ફેંક્યા હતા.
પંજાબ વિરૂદ્ધ દમદાર શરૂઆત બાદ બધા તેના વિશે વાત કરી રહ્યા હતા અને ફરી તેની બોલિંગની રાહ જોઈ રહ્યા હતા. 2 એપ્રિલ મંગળવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં મયંકે ફરી તબાહી મચાવી હતી અને આ વખતે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. મયંકે 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેની ઝડપ, ઉછાળો અને ચોક્કસ લાઈનથી તેણે બેંગલુરુના બેટ્સમેન માટે ક્રિઝ પર ટકવું મુશ્કેલ બનાવી દીધું.
!
Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim
— IndianPremierLeague (@IPL) April 2, 2024
મયંક યાદવે આ માત્ર 2 મેચમાં જ કર્યું, જેના કારણે ભારતીય ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે કે શું તે આનાથી પણ વધુ ઝડપી બોલિંગ કરી શકશે? શું તે શોએબ અખ્તરનો 161.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો રેકોર્ડ તોડી શકશે? ઉંમર અને ક્ષમતા જોતા આ શક્ય લાગે છે. આ સાથે ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર બ્રેટ લીનું સૂચન પણ તેના માટે મહત્વપૂર્ણ છે. Jio સિનેમાના શોમાં મયંકની બોલિંગનું વિશ્લેષણ કરતી વખતે બ્રેટ લીએ તેની એક્શનના એક ખાસ પાસા વિશે જણાવ્યું. બ્રેટ લીનું માનવું છે કે જો મયંક બોલ છોડતી વખતે માથું સીધું રાખી શકશે તો તેની સ્પીડ 4-5 કિલોમીટર પ્રતિ કલાક વધી શકે છે.
India has just found its fastest bowler.
Mayank Yadav!
Raw pace
Very impressive @IPL @JioCinema @BCCI— @BrettLee_58 (@BrettLee_58) March 30, 2024
હવે તમે વિચારતા હશો કે બોલની ઝડપ સાથે માથાનો શું સંબંધ છે? વાસ્તવમાં, બોલ છોડતી વખતે, મયંકનું માથું ડાબી તરફ પડે છે અને તેના કારણે તેના શરીરનું વજન ડાબી તરફ પડે છે અને તેનું સંતુલન પણ પ્રભાવિત થાય છે. ક્રિકેટમાં સંતુલન જાળવવા માટે સ્થિર અને સીધું માથું ખાસ મહત્વનું છે. સારી બેટિંગ માટે માથાની સ્થિરતા ઘણીવાર સૌથી મહત્વપૂર્ણ પાસું માનવામાં આવે છે, પરંતુ આ બોલિંગથી લઈને ફિલ્ડિંગ અને વિકેટ-કીપિંગ સુધીની દરેક બાબતમાં પણ લાગુ પડે છે. હાલમાં મયંક 155-156 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સરળતાથી હાંસલ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તે આ ખામીને દૂર કરે છે અને બ્રેટ લીનું અનુમાન સાચું સાબિત થાય છે, તો કદાચ અખ્તરનો રેકોર્ડ પણ કોઈ દિવસ તૂટી શકે છે.
આ પણ વાંચો : Lok Sabha Elections 2024 : કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયો બોક્સર વિજેન્દ્ર કુમાર
Published On - 5:38 pm, Wed, 3 April 24