દિગ્ગજ ક્રિકેટરની દીકરીએ રેડ ડ્રેસમાં મચાવ્યો કહેર, મનમોહક અદાઓ પર ચાહકો થયા ફિદા

પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની દીકરી હાલમાં દિલ્હી પ્રીમિયર લીગ 2025માં ધમાલ મચાવી રહી છે. તે બેટ અને બોલથી નહીં પણ તેની મનમોહક અદા, સ્ટાઈલિસ્ટ લુક અને દમદાર એન્કરિંગથી ચાહકોને દિવાના બનાવી રહી છે. તેના અનેક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે મેદાન પર પોતાની બ્યુટીનો જાદુ ફેલાવી રહી છે.

દિગ્ગજ ક્રિકેટરની દીકરીએ રેડ ડ્રેસમાં મચાવ્યો કહેર, મનમોહક અદાઓ પર ચાહકો થયા ફિદા
Grace Hayden
Image Credit source: Instagram
| Updated on: Aug 13, 2025 | 5:58 PM

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન મહાન ખેલાડી મેથ્યુ હેડનની પુત્રી હાલમાં પોતાની સ્ટાઈલથી દિલ્હીના લોકો પર જાદુ કરતી જોવા મળી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં લાલ ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે.

ગ્રેસ હેડનનો જલવો

ગ્રેસ હેડન પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી રહી છે. IPL 2025માં સ્પોર્ટ્સ પ્રેઝેન્ટરની ભૂમિકા ભજવ્યા પછી, તે દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025માં પણ આ ભૂમિકામાં જોવા મળી રહી છે. આ દરમિયાન, તેની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

ગ્રેસનો વીડિયો વાયરલ

DPL 2025માં રમી રહેલી ગ્રેસ હેડને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે લાલ ડ્રેસમાં જોવા મળી છે. આ દરમિયાન ગ્રેસ હેડન અરુણ જેટલી સ્ટેડિયમમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ કારણે ચાહકો તેના સ્ટાઈલના દિવાના બની ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

 

ચાહકો થયા દિવાના

આ દરમિયાન એક ચાહકે આ વીડિયો પર લખ્યું, “તમે લાલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગો છે! અદ્ભુત”. મહાન ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની મિત્ર ગ્રેસ હેડનનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તાજેતરમાં, તે એક DPL ખેલાડી સાથે હિન્દીમાં વાત કરતી જોવા મળી હતી.

ગ્રેસ હિન્દીમાં શું બોલી?

વેસ્ટ દિલ્હી લાયન્સ બોલર ભગવાન સિંહ અને ગ્રેસ હેડન વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં, ભગવાન સિંહ તેણીને હિન્દીમાં બોલવાનું કહી રહ્યો છે. ભગવાન સિંહે ગ્રેસને “દિલ્હી કે છુટ્ટર ચાટ વાલે ને ચટપતિ ચાટ ચખાઈ” હિન્દીમાં બોલવા કહ્યું,. આના પર ગ્રેસે કહ્યું કે થોડું ધીમે બોલો અને પછી ગ્રેસ આ શબ્દનું પુનરાવર્તન કરવા લાગી. ગ્રેસ હેડને આનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો.

 

ગ્રેસ અને સારા તેંડુલકર ખાસ ફ્રેન્ડ્સ

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુ હેડનની પુત્રી ગ્રેસ હેડન DPL 2025માં એન્કર અને પ્રેઝેન્ટર તરીકે કામ કર રહી છે. આ પહેલા ગ્રેસ હેડનને IPL 2025 દરમિયાન પણ સ્ટાર સ્પોર્ટ્સ માટે એન્કરિંગ કરવાની તક મળી હતી. ગ્રેસ હેડન ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરની ખાસ ફ્રેન્ડ્સ છે.

આ પણ વાંચો: ભારતના રોહિત શર્માએ પાકિસ્તાનના બાબર આઝમને પછાડ્યો, ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો