NZ vs SA: ન્યુઝીલેન્ડના મેટ હેનરીએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રકારનો કમાલ કરનારો તે પહેલો ખેલાડી બન્યો

|

Feb 19, 2022 | 10:06 AM

દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની આ ટેસ્ટ જીત ખાસ છે, કારણ કે તેને નોંધાવવામાં તેને 18 વર્ષ લાગ્યા છે. કિવી ટીમની આ શાનદાર જીતનો હીરો મેટ હેનરી (Matt Henry) બન્યો છે.

NZ vs SA: ન્યુઝીલેન્ડના મેટ હેનરીએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રકારનો કમાલ કરનારો તે પહેલો ખેલાડી બન્યો
Matt Henry એ કમાલનુ પ્રદર્શન દક્ષિણ આફ્રિકા સામે કર્યુ છે

Follow us on

ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ (New Zealand Vs South Africa) જીતી લીધી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં તેણે દક્ષિણ આફ્રિકાને એક દાવ અને 276 રનથી હરાવ્યું, જે તેની ત્રીજી સૌથી મોટી જીત છે. દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team) ની આ ટેસ્ટ જીત ખાસ છે કારણ કે તેને નોંધાવવામાં તેને 18 વર્ષ લાગ્યા છે. કિવી ટીમની આ શાનદાર જીતનો હીરો મેટ હેનરી (Matt Henry) બન્યો છે, જેણે બોલ અને બેટ બંને વડે પોતાની ટીમ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આમ કરતી વખતે તેણે ઈતિહાસ પણ રચ્યો છે, જેના વિશે જાણવું જરૂરી છે.

મેટ હેનરીએ પહેલા પોતાની બોલિંગથી સાઉથ આફ્રિકાને બેક ફૂટ પર ધકેલ્યું અને પછી બેટના દમ પર ખૂબ નુકસાન પહોંચાડ્યું. આ જ કારણ હતું કે જ્યારે ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ જીતી ત્યારે 30 વર્ષીય હેનરી તેના હીરો બનીને સામે આવ્યો હતો.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

ટેસ્ટ ક્રિકેટમાં આમ કરનાર મેટ હેનરી પ્રથમ ખેલાડી

હવે જાણો મેટ હેનરીએ શું કર્યું જેના કારણે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે પ્રથમ દાવમાં બોલિંગ કરતા દક્ષિણ આફ્રિકાની 7 વિકેટ ઝડપી હતી. પરિણામ એ આવ્યું કે દક્ષિણ આફ્રિકાની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પછી, ન્યુઝીલેન્ડ માટે 11 મા નંબર પર બેટિંગ કરતા, તેણે પ્રથમ દાવમાં ક્રીઝ પર શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 58 રનની અણનમ ઇનિંગ રમી. મેટ હેનરી એક જ ટેસ્ટ મેચમાં આ બંને પ્રકારે કારનામું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે.

 

મેટ હેનરીએ પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી

મેટ હેનરીએ ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 7 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે મેચમાં 9 વિકેટ લીધી અને 58 અણનમ રન બનાવ્યા. આ શાનદાર પ્રદર્શન માટે મેટ હેનરીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચોઃ T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો

Published On - 10:00 am, Sat, 19 February 22

Next Article