LSG vs PBKS IPL Match Result: લખનૌ એ પંજાબને 20 રનથી આપી હાર, મોહસીનની 3, કૃણાલ ની 2 વિકેટ

|

Apr 29, 2022 | 11:27 PM

Punjab Kings vs Lucknow Super Giants IPL Match Result: પંજાબની ટીમે એક સમયે બાજી પોતાના હાથમા મેળવી હતી, પરંતુ વિકેટ ગુમાવતા રહેવાને લઈને અંતમાં બાજી હાથમાંથી સરકી ગઈ હતી.

LSG vs PBKS IPL Match Result: લખનૌ એ પંજાબને 20 રનથી આપી હાર, મોહસીનની 3, કૃણાલ ની 2 વિકેટ

Follow us on

IPL 2022 ની 42 મી ઓવર પુણેમા લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ (Lucknow Super Giants vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. લખનૌની ટીમનો મેચમાં 20 રને વિજય થયો હતો. આ પહેલા ટોસ જીતીને પંજાબે પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટીંગ કરતા કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ લખનૌની ટીમે ટુકડે ટુકડે રન જોડીને 153 રન નો સ્કોર 8 વિકેટે નોંધાવ્યો હતો. જેના જવાબમાં પંજાબની ટીમ લક્ષ્યનો પિછો કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ તેની શરુઆત ખાસ રહી નહોતી. કેપ્ટન મયંક અગ્રવાલે (Mayank Agarwal) શરુઆતમાં આક્રમક અંદાજ અપનાવ્યો હતો, જે 25 રનમાંજ સમેટાઈ ગયો હતો. પંજાબની ટીમે 20 ઓવરમાં 133 રન 8 વિકેટે નોંધાવ્યા હતા. આમ પંજાબ જીત થી 20 રન દુર રહી ગયુ હતુ.

લખનૌની ટીમે મોટો સ્કોર ખડક્યો નહોતો, પરંતુ લડત માટે પુરતો હતો. જે લક્ષ્યનો પિછો કરવાના પ્રયાસની શરુઆતમાં જ પ્રથમ વિકેટ કેપ્ટન મયંક અગ્રવાલના રુપમાં જ ગુમાવી દીધી હતી. જે એકદમ લયમાં આવીને રમત રમી રહ્યો હતો, એવા સમયે જ તેની વિકેટ ચામિરાએ ઝડપી લીધી હતી. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 17 બોલમાં 25 રન નોંધાવ્યા હતા. શિખર ધવનની ઈનીંગ પણ આજે ખાસ રહી નહોતી. તે 15 બોલમાં 5 રન નોંધાવીને ક્લીન બોલ્ડ થયો હતો. ભાનુકા રાજપક્ષે પણ 9 રનનુ યોગદાન આપીને ચાલતો થયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જોની બેયરિસ્ટો અને લિયામ લિવિંગસ્ટોને સ્થિતીને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. બંને એ નબળા બોલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકારવાનુ ચુક્યા નહોતા. આ બંનેની જોડીએ લખનૌની ચિતા વધારી દીધી હતી. આ દરમિયાન જ મોહસીન ખાને ચતુરાઈ પૂર્વક સ્લોઅર બોલ નાંખીને લિયામની વિકેટ ઝડપી હતી. લિયામે 16 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા ઈનીંગમાં ફટકાર્યા હતા. બેયરિસ્ટોએ 28 બોલમાં 32 રન કર્યા હતા.

ઋષી ધવને અંતમાં લડત આપી હતી પરંતુ, તે લડત જીત માટે પુરતી નહોતી. તેણે 22 બોલમાં 21 રન 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા. જિતેશ શર્માએ 2 રન, કાગિસો રબાડાએ 2 રન, રાહુલ ચાહરે 4 રન કરીને વિકેટ ગુમાવી દેતા અંતમાં પંજાબ માટે જીત મુશ્કેલ બની ગઈ હતી. એક સમયે મેચ પંજાબના તરફ પણ લાગી રહી હતી, પરંતુ વિકેટ ગુમાવતા જતા અંતમાં મેચ હાથમાંથી સરકી ગઈ હતી.

 

કૃણાલ પંડ્યાની કસીને ઓવર, મોહસીનની 3 વિકેટ

કૃણાલ પંડ્યાએ કસીને બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 11 રન આપ્યા હતા, એક ઓવર મેડન નિકાળી હતી. કૃણાલે 2 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મોહસીન ખાને પણ શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. દુષ્મંતા ચામિરાએ 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:17 pm, Fri, 29 April 22

Next Article