LSG vs RR IPL 2022 Match Result: રાજસ્થાન રોયલ્સે બોલરોના પગલે લખનૌ સુપર જાયન્ટ્સને 24 રને હરાવ્યું

LSG vs RR Result: રાજસ્થાનની 13 મેચોમાં આ આઠમી જીત છે અને ટીમે આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે લખનૌની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઇ છે.

LSG vs RR IPL 2022 Match Result: રાજસ્થાન રોયલ્સે બોલરોના પગલે લખનૌ સુપર જાયન્ટ્સને 24 રને હરાવ્યું
Rajasthan Royals (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 12:01 AM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમે  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં પ્લેઓફ તરફ એક મોટું પગલું ભર્યું છે. સંજુ સેમસન (Sanju Samson)ની ટીમ હવે પ્લેઓફમાં પહોંચવા માટે લગભગ કન્ફર્મ થઈ ગઈ છે. રાજસ્થાને તેની હરીફ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ટીમને 24 રનથી હરાવીને સિઝનની આઠમી જીત નોંધાવી હતી. રાજસ્થાને લખનૌ સામે 179 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ દીપક હુડાની જોરદાર અડધી સદી અને અંતે માર્કસ સ્ટોઇનિસના મોટા શોટ્સ છતાં લખનૌ માત્ર 154 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રાજસ્થાને બીજું સ્થાન મેળવી લીધું છે. આ સાથે જ છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ખરાબ રીતે હારનાર લખનૌ સતત બીજી મેચમાં નિરાશ થઈને હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે.

લખનૌની બેટિંગ નિષ્ફળ રહી

179 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ઓપનર ડી કોક માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ આયુષ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. 2 વિકેટ પડી ગયા બાદ ચાહકોને આશા હતી કે રાહુલ મોટી ઇનિંગ્સ રમશે પરંતુ તે પણ 10 રન બનાવીને આઉટ થયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ત્રણ વિકેટ પડ્યા બાદ દીપક અને કૃણાલ પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન બંનેએ ચોથી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. અશ્વિને આ ભાગીદારી તોડી જે ખતરનાક બની હોત. તેણે કૃણાલ પંડ્યાને 25 રન પર આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ દીપક હુડા અને માર્કસ સ્ટોઈનિસે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. આ દરમિયાન હુડ્ડા 59 રન બનાવીને આઉટ થયો હતો. તેની પાછળ આવેલા હોલ્ડર્સ પણ 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પડતી વિકેટો વચ્ચે લખનૌની ટીમ પોતાની સ્થિતિ જાળવી શકી ન હતી. અંતે માર્કસ સ્ટોઇનિસે હારનું માર્જિન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ 17 બોલમાં 27 રન બનાવીને આઉટ થઈ ગયો. તેના આઉટ થયા બાદ કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ટીમ 8 વિકેટના નુકસાને 154 રન જ બનાવી શકી હતી.

રાજસ્થાને મજબુત સ્કોર બનાવ્યો

રાજસ્થાન રોયલ્સની શાનદાર બેટિંગના કારણે રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022 ની 63મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ (41) અને દેવદત્ત પડિકલ (39) એ સૌથી વધુ રન બનાવ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">