ક્રિકેટના LIVE મેચમાં જોવા મળી ઝપાઝપી, જોન્સને પઠાણને માર્યો ધક્કો , જુઓ Video
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી મિશેલ જોન્સન પર મેચ દરમિયાન પૂર્વ ભારતીય સ્ટાર યુસુફ પઠાણને ધક્કો મારવા બદલ ICCના નિયમો અનુસાર પ્રતિબંધ લગાવી શકાય છે.

LIVE : ક્રિકેટ (Cricket)માં ઘણી વખત ખેલાડીઓ મેદાન પર આક્રમક જોવા મળતા હોય છે. તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તે ભૂતપૂર્વ ક્રિકેટર છે જે આક્રમક થયો છે. મેદાન પર 2 ખેલાડીઓ વચ્ચે ઝપાઝપીમાં પણ જોવા મળી હતી. આક્રમક બોલર રહી ચૂકેલા મિશેલ જોન્સન (Mitchell Johnson)નું વલણ નિવૃત્તિના વર્ષો પછી પણ બદલાયું ન હતું અને ફરી એકવાર તે મેચ દરમિયાન અન્ય ખેલાડી સાથે અથડાયો હતો.લાઇવ મેચમાં જોન્સન યુસુફ પઠાણ સાથે ખરાબ રીતે ટકરાયો હતો. આટલું જ નહીં તેણે પૂર્વ ભારતીય ક્રિકેટરને પણ ધક્કો માર્યો હતો.આ ધટના લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legend League Cricket)દરમિયાન જોવા મળી હતી. જ્યાં બંન્ને વચ્ચે એવી ટક્કર થઈ કે, ટીમના અન્ય ખેલાડીઓ પણ દોડી બંન્નેની પાસે આવી પહોંચ્યા હતા. તેમજ અમ્પાયર જોન્સનને દુર લઈ ગયા હતા. જોધપુપમાં ભીલવાડા કિંગ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે લીજેન્ડસ લીગ ક્રિકેટની ક્વોલિફાયર મેચ ચાલી રહી હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
જ્યારે પઠાણ મેચમાં બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે જોન્સનને કંઈક કહ્યું, જેના પર તે ગુસ્સે થઈ ગયો અને વાત અહિથી બગડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પઠાણ જોન્સનને ગુસ્સામાં જવાબ આપતા જોવા મળે છે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર જોન્સને પઠાણને ધક્કો માર્યો હતો.
#ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P
— Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022
જોન્સન પર પ્રતિબંધ લાગી શકે છે
આ મામલો બગડતો જોઈને અમ્પાયરો બચાવમાં આવ્યા અને બંને ખેલાડીઓને અલગ કરી દીધા. આ લડાઈએ લીગના આયોજકોનો મૂડ પણ બગાડ્યો અને આયોજકો આઈસીસીના નિયમો અનુસાર પઠાણને ધક્કો મારવા બદલ જોન્સન પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. જો આમ થશે તો જોન્સન ફાઈનલ મેચ રમી શકશે નહીં.
ફાઈનલમાં પહોંચ્યું કેપિટલ્સ
મેચની વાત કરવામાં આવે તો ગૌતમ ગંભીરની આગેવાનીમાં ઈન્ડિયા કેપિટલ્સે આ મેચ 4 વિકેટથી જીતી હતી. ઈન્ડિયાએ 227 રનના લક્ષ્ય ને મેળવી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. હવે ઈરફાન પઠાણની આગેવાનીવાળી ભીલવાડાને વીરેન્દ્ર સહેવાગની ગુજરાત જાયટન્સની સાથે એલિમિનેટર મેચ રમવી પડશે.