Krunal Pandya પણ રમશે કાઉંટી ક્રિકેટ, રૉયલ લંડન કપ માટે વોરવિકશાયર સાથે કરાર કર્યો

|

Jul 01, 2022 | 7:42 PM

Cricket : 31 વર્ષીય કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ 5 ODIમાં 1 અડધી સદીની મદદથી 130 રન બનાવ્યા છે. જ્યારે 19 T20 ઈન્ટરનેશનલમાં 124 રન બનાવ્યા છે અને 15 વિકેટ લીધી છે. તેણે વનડેમાં પણ 2 વિકેટ ઝડપી છે.

Krunal Pandya પણ રમશે કાઉંટી ક્રિકેટ, રૉયલ લંડન કપ માટે વોરવિકશાયર સાથે કરાર કર્યો
Krunal Pandya (PC: Twitter)

Follow us on

ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ પણ કાઉન્ટી ક્રિકેટ (County Cricket) રમવાનો નિર્ણય કર્યો છે. કૃણાલ પંડ્યાએ રોયલ લંડન કપ (The Royal London Cup) ની આગામી સીઝન માટે વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (Warwickshire County Cricket Club) સાથે જોડાણ કર્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Gaints) નું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા કૃણાલ પંડ્યાએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે એજબેસ્ટનમાં રમવા માટે ઉત્સુક છે. વોરવિકશાયર 2 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રોયલ લંડન કપ સ્પર્ધાની આગામી 2022 સીઝનમાં ગ્રુપ-સ્ટેજની 8 મેચો રમશે.

31 વર્ષીય કૃણાલ પંડ્યા એ ભારત માટે અત્યાર સુધી માં 19 T20 અને 5 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 5 ODIમાં 1 અડધી સદીની મદદથી 130 રન બનાવ્યા છે. જ્યારે 19 T20 ઈન્ટરનેશનલ માં 124 રન બનાવ્યા છે અને 15 વિકેટ લીધી છે. તેણે વનડેમાં પણ 2 વિકેટ ઝડપી છે. લિસ્ટ-એ ક્રિકેટ માં તેણે 76 મેચમાં 37 ની એવરેજથી 89 વિકેટ લીધી છે અને 2,231 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ સામેની તેની પ્રથમ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી (26 બોલ) ફટકારી હતી.

હું આ ઐતિહાસિક ક્લબ સાથે જોડાવવા માટે ઉત્સાહિત છુંઃ કૃણાલ પંડ્યા

કૃણાલ પંડ્યાએ આ અંગે કહ્યું કે, ‘હું કાઉન્ટી ક્રિકેટ રમવાની અને વોરવિકશાયર જેવી ઐતિહાસિક ક્લબમાં જોડાવાની તક મેળવીને ખૂબ જ ઉત્સાહિત છું. ક્રિકેટમાં એજબેસ્ટનનું વિશેષ સ્થાન છે અને હું ત્યાં રમવા માટે રાહ જોઈ શકતો નથી. મને આશા છે કે હું ક્લબ સાથે 50 ઓવરના સફળ અભિયાનમાં મારી ભૂમિકા ભજવી શકીશ અને હું મારા નવા સાથી ખેલાડીઓને મળવા આતુર છું.’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કૃણાલ પંડ્યા અમારા ક્લબ માટે ખાસ ખેલાડી છેઃ વોરવિકશાયર ક્લબ

તેણે વધુમાં કહ્યું કે, ‘હું આ તક માટે વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એમ બંનેનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.’ વોરવિકશાયરના ક્રિકેટ ડિરેક્ટર પોલ ફાર્બ્રેસે કહ્યું, ‘કૃણાલ પંડ્યા ક્લબ માટે ખાસ ખેલાડી છે. એજબેસ્ટનમાં તેમનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. કૃણાલ પંડ્યા એવી ટીમ માટે આંતરરાષ્ટ્રીય અનુભવનો ભંડાર લાવશે જે સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક હશે.’

Next Article