KL Rahul ને ઓળખવામાં ‘ભૂલ’ થઈ ગઈ છે, Team India એ આપ્યો છે અંતિમ મોકો?

|

May 27, 2022 | 8:17 PM

લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) પ્રથમ સિઝનમાં જ ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી, જો કે ફરી એકવાર તેની કેપ્ટનશીપની ટીકા થઈ રહી છે. ખાસ કરીને કેપ્ટન તરીકે તેની બેટિંગ નિશાના પર છે. હવે સવાલ એ છે કે શું તે ટીમ ઈન્ડિયા (Team India) નો ભાવિ કેપ્ટન બની શકશે?

KL Rahul ને ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે, Team India એ આપ્યો છે અંતિમ મોકો?
KL Rahul એ IPL 2022 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું

Follow us on

15 મેચ, 616 રન, 50 થી વધુની એવરેજ. આ આંકડા કોઈપણ બેટ્સમેન માટે આશ્ચર્યજનક છે. ખાસ કરીને જ્યારે ટી-20 ક્રિકેટની વાત આવે છે, ત્યારે તેઓ શાનદાર છે. આ આંકડા IPL 2022 માં કેએલ રાહુલ (KL Rahul) ના છે. લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટને ફરી એકવાર IPLમાં પોતાની બેટિંગનો દમ સાબિત કર્યો છે. પરંતુ આટલા શાનદાર પ્રદર્શન છતાં ફરી એકવાર આ ખેલાડી નિશાના પર છે. વાસ્તવમાં કેએલ રાહુલની સ્ટ્રાઈક રેટ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને હંમેશાની જેમ તેની ડિફેન્સિવ કેપ્ટનશિપની પણ સતત વાત થઈ રહી છે. પ્રથમ સિઝનમાં લખનૌ સુપરજાયન્ટ્સને પ્લેઓફમાં લઈ જનાર કેપ્ટન કેએલ રાહુલે એલિમિનેટર મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેની ટીમનો પરાજય થયો હતો. આ હાર પછી સવાલ એ ઊભો થયો કે કેએલ રાહુલે ઝડપી બેટિંગ નથી કરી તેથી તેની ટીમ મેચ હારી ગઈ. વેલ, જે લોકો સવાલ ઉઠાવે છે તેઓ આ બધું કરતા રહેશે, પરંતુ અહીં એક વાત વધુ મહત્વની છે કે કેએલ રાહુલને હવે ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળવું પડશે. તે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) નો કેપ્ટન રહેશે. તો શું કેએલ રાહુલ કેપ્ટનશિપ માટે યોગ્ય પસંદગી છે? કે પછી BCCI એ તેને કેપ્ટનશિપની છેલ્લી તક આપી છે?

તમામની નજર કેએલ રાહુલની કેપ્ટનશીપ પર રહેશે

મીડિયા અહેવાલ અનુસાર, ભારત-દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ દરમિયાન પસંદગીકારોની નજર કેએલ રાહુલની કેપ્ટનશીપ પર રહેશે. કેએલ રાહુલે અત્યાર સુધી ચાર મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે અને ચારેય મેચમાં ટીમનો પરાજય થયો છે. પસંદગી સમિતિના એક સભ્યએ કહ્યું, ‘કેએલ રાહુલ માટે આ સારી તક છે. સિનિયર તરીકે માત્ર ભુવનેશ્વર કુમાર જ તેની સાથે છે અને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવા માટે કેએલ રાહુલ માટે આ સારી કસોટી હશે. તેના પર ચાંપતી નજર રાખશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેએલ રાહુલની કેપ્ટનશીપ પર સવાલો થતા રહ્યા

રાહુલની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા છે. આઈપીએલની છેલ્લી બે સિઝનમાં તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો અને ટીમે સારું પ્રદર્શન કર્યું ન હતું. આ વખતે લખનૌ સુપરજાયન્ટ્સે સારું પ્રદર્શન કર્યું પરંતુ દબાણથી ભરેલી ક્ષણોમાં ટીમ વિખેરાઈ ગઈ. આઈપીએલના કેપ્ટન તરીકે તે 50 ટકા મેચ હારી ચૂક્યો છે. તો આવી સ્થિતિમાં ભવિષ્યમાં કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવી એ કેટલો યોગ્ય નિર્ણય હશે? તે પણ ત્યારે જ્યારે ટીમ ઈન્ડિયા પાસે વધુ બે કેપ્ટનશીપનો વિકલ્પ છે. ઋષભ પંત જે કેએલ રાહુલનો સીધો હરીફ છે અને હવે હાર્દિક પંડ્યાએ પણ તેની કેપ્ટનશિપ સાબિત કરી દીધી છે. તે સ્પષ્ટ છે કે કેએલ રાહુલ માટે આવનાર સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Published On - 8:07 pm, Fri, 27 May 22

Next Article