KKRના ફેન્સ પણ લેશે ‘ઓક્શન’માં ભાગ, IPL Mega Auction પહેલા શાહરૂખની ટીમ કરી રહી છે આ ખાસ કામ

|

Jan 27, 2022 | 9:32 PM

આવતા મહિને 12 અને 13 તારીખે IPLની નવી સિઝન માટે એક મોટી હરાજીનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝી આગામી 3 સિઝન માટે પોતાની ટીમ તૈયાર કરશે.

KKRના ફેન્સ પણ લેશે ઓક્શનમાં ભાગ, IPL Mega Auction પહેલા શાહરૂખની ટીમ કરી રહી છે આ ખાસ કામ
Kolkata Knight Riders મોક ઓક્શન દ્વારા ફેન્સને જોડશે

Follow us on

IPL 2022 સીઝન માટે મેગા ઓક્શનમાં માત્ર બે અઠવાડિયા બાકી છે. તમામ 10 ફ્રેન્ચાઇઝી તેમની તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીમના માલિકો, કોચિંગ સ્ટાફ, વિશ્લેષકો તેમની પસંદગી અને જરૂરિયાતના ખેલાડીઓને ઓળખવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને મોટેથી બિડ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ ચાહકોની વાત કરીએ તો ચાહકો 12 અને 13 ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમની ફેવરિટ ટીમ ખેલાડીઓ પર બોલી લગાવશે. હવે ચાહકોને ખબર છે કે હરાજી (IPL Mega Auction) માં શું થાય છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફ્રેન્ચાઇઝીઓ કેવી રીતે હરાજી માટે તૈયારી કરે છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) એ ચાહકોને આવો જ અનુભવ આપવા માટે એક ખાસ પગલું ભર્યું. જેના દ્વારા ટીમના ચાહકો ‘ઓક્શન’ની પ્રક્રિયામાં ભાગ લેશે અને તેને સમજી શકશે.

ગુરુવારે 27 જાન્યુઆરીએ, KKR એ એક ઓનલાઈન શોમાં જાહેરાત કરી હતી કે ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શન પહેલા એક મોક ઓક્શન કરશે, જેમાં ચાહકો પણ ભાગ લઈ શકશે. આ માટે ચાહકોએ KKRની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ તેઓ આ ‘મોક ઓક્શન’માં ભાગ લઈ શકશે. આ સાથે, ચાહકોને હરાજીની તૈયારી અને તેની બારીકાઇ સમજવાનો મોકો મળશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

હરાજીની પ્રક્રિયાને સમજવામાં મદદ કરશે

કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેંકી મૈસૂરે ગુરુવારે આની જાહેરાત કરી હતી. વેંકી મૈસૂરે કહ્યું કે આ પ્રયાસ ફેન્સને આ ગેમની નજીક લાવવાનો તેમનો પ્રયાસ છે. તેમણે કહ્યુ “હરાજીની પ્રક્રિયા વિશે ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે અને જો તેઓને મૂળ હરાજીમાં ભાગ લેનારા લોકોને મળવા અને વાત કરવાની તક મળે તો તે વધુ સારું રહેશે. અમારા ચાહકો દ્વારા આપવામાં આવેલા સૂચનો જોવું અદ્ભુત રહેશે અને હું આ સમય દરમિયાન તેમની સાથે વાતચીત કરવા માટે ખૂબ જ ઉત્સુક છું.”

આ રીતે ‘મોક ઓક્શન’ થશે

આ મોક ઓક્શન આ રીતે કામ કરશ. સૌપ્રથમ, KKR 29મી અને 31મી જાન્યુઆરીએ ફ્રેન્ચાઈઝીની સોશિયલ મીડિયા ચેનલ્સ પર ‘માસ્ટરક્લાસ લેસન’નું આયોજન કરશે, જેમાં ચાહકોને IPLની હરાજી પ્રક્રિયા વિશે સમજાવવામાં આવશે. ત્યારબાદ ચાહકોએ વીડિયો બનાવીને તેમની એન્ટ્રી મોકલવાની રહેશે, જેમાંથી 30ની પસંદગી કરવામાં આવશે.

આ 30 ને 3-3 ની 10 ટીમોમાં વહેંચવામાં આવશે અને પછી તેમની વચ્ચે મોક ઓક્શન થશે. તેમાંથી 5 નસીબદાર વિજેતાઓને મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીની થિંક ટેન્કને મળવાની તક આપવામાં આવશે, જ્યાં તેઓ તેમના સૂચનો શેર કરી શકશે.

 

આ પણ વાંચોઃ IPL 2021 માં 32 વિકેટ લીધા પછી પણ RCB એ છોડી દીધો, હવે હર્ષલ પટેલ આ ટીમ માટે રમવા માંગે છે

આ પણ વાંચોઃ WWE Royal Rumble: ભારતનો સ્ટાર રેસલર વિર મહાન શનિવારે રિંગમાં ઉતરશે કે નહીં ? કેમ ચર્ચાઇ રહ્યો છે સૌથી વધુ આ સવાલ

 

Published On - 9:25 pm, Thu, 27 January 22

Next Article