Team India ના સ્ટાર ખેલાડીને મળવા માટે Adult ફિલ્મ સ્ટાર બેતાબ, પટના સ્ટેશન પર Video ચાલ્યા બાદ ચર્ચામાં છવાઈ
Patna Railway Station: પટનાના રેલ્વે પ્લેટફોર્મ પર તાજેતરમાં એક Adult ફિલ્મ ચાલી હતી. ત્યાર બાદ અમેરિકાની એક્ટ્રેસ કેંડ્રા લસ્ટ ચર્ચામાં આવી ગઈ હતી. તેણે આ મામલામાં એક ટ્વીટ પણ કર્યુ હતુ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં વનડે સિરીઝ ચાલી રહી છે. જેની અંતિમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ખેલાડી ખૂબ ચર્ચામાં આવ્યો છે. આ ચર્ચા અમેરિકાથી એક એડલ્ટ ફિલ્મ સ્ટારે જગાવી દીધી છે. વાત જાણે એમ છે કે, બિહારના પટના રેલ્વે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર લગાડવામાં આવેલ એક ટીવી પર એડલ્ટ ફિલ્મ પ્લે થઈ ગઈ હતી. ત્યાર બાદ એમરિકન એડલ્ટ ફિલ્મ સ્ટાર કેંડ્રા લસ્ટે એક તસ્વીર #BiharRailwayStation હેશટેગ સાથે શેર કરી હતી.
પરંતુ તમને એમ થતુ હશે કે, આમાં ભારતીય ક્રિકેટરની વાત વચ્ચે ક્યાં આવી? એ પણ જણાવી દઈએ છીએ. કેંડ્રાએ પટના રેલ્વે સ્ટેશનના વિડિયો ના વિવાદ બાદ હવે ભારતીય સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને મળવાની બેતાબી જણાવી છે. તેણે આ વાત જાહેરમાં સોશિયલ મીડિયા પર દર્શાવી છે કે, તે શમી જલ્દીથી મળવા ઈચ્છે છે.
View this post on Instagram
લસ્ટે બતાવ્યુ સોશિયલ મીડિયા પર
બિહાર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ગંદો વિડીયો ચાલ્યા બાદ કેંડ્રા લસ્ટે પોતાની તસ્વીર શેર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે તસ્વીર સાથે તેણે બિહાર રેલ્વે સ્ટેશનનુ હેશટેગ એડ કર્યુ હતુ. આ તસ્વીર પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે, આ વિડીયો કેંડ્રા લસ્ટનો જ છે. જેના પર તેણે જવાબ આપ્યો હતો અને લખ્યુ હતુ કે, એવુ જ લાગી રહ્યુ છે.
તે શમીને મળવા માટે ઈચ્છી રહી છે. તેને યુઝરે એક સવાલ કર્યો હતો કે શમીને તે ક્યારે મળી રહી છે. જેના પર આ સ્ટાર ખેલાડીએ કહ્યુ હતુ કે, મને જલ્દી આશા છે. હું તેની ફેન છું. લસ્ટ શમીની ફેન છે અને તેણે ગત વર્ષે સોશિયલ મીડિયા પર શમીના પ્રદર્શને લઈ ખૂબ વખાણ કર્યા હતા. એ વખતે પણ તે ખૂબ ચર્ચામાં રહી હતી.
શમીને ફેન છે લસ્ટ
ભારતીય સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીની લસ્ટ ફેન છે. IPL ની ગઈ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની ટક્કરમાં શમીએ 3 વિકેટ ઝડપી હતી. શમીના આ પ્રદર્શન પર લસ્ટે ખૂબ જ પ્રશંસા કરી હતી.