AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટની અભેદ દીવાલને તૈયાર કરનાર કોચ, ભારત માટે રમ્યા હતા માત્ર 1 મેચ

જેમણે માત્ર 1 મેચ રમી, તેમણે ટીમ ઈન્ડિયાને 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડી આપ્યો. જેમણે પોતાની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં માત્ર 2 રન બનાવ્યા, તેમણે દેશને 24 હજારથી વધુ રન બનાવનાર ખેલાડી આપ્યો. અમે વાત કરી રહ્યા છીએ રાહુલ દ્રવિડ અને તેમને તૈયાર કરનાર કોચની, જે ભલે મહાન ખેલાડી ન હોય પરંતુ ભારતીય ક્રિકેટના દ્રવિડ સહિત અનેક સ્ટાર ક્રિકેટરો આપ્યા.

ભારતીય ક્રિકેટની અભેદ દીવાલને તૈયાર કરનાર કોચ, ભારત માટે રમ્યા હતા માત્ર 1 મેચ
Rahul Dravid
| Updated on: Jan 11, 2024 | 9:40 AM
Share

રાહુલ દ્રવિડ વિશે બધા જાણે છે કે તેમણે ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન, વિકેટકીપર, કેપ્ટન, NCA ડિરેક્ટર અને કોચ તરીકે શું કર્યું છે? પરંતુ જેમણે રાહુલ દ્રવિડની પ્રતિભાને પારખી, દ્રવિડને કોચીગ આપી અને આ મુકામ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી એમના વિશે કોણ જાણતું નથી. આજે અમે તમને એમના વિશે અવગત કારવશું જેમણે ભારતીય ક્રિકેટના ‘ધ વોલ’ ને તૈયાર કર્યા અને તેમને આટલા સક્ષમ બનાવ્યા.

રાહુલ દ્રવિડના કોચ ‘કેકી તારાપોર’

રાહુલ દ્રવિડ પોતે ટીમ ઈન્ડિયાનો કોચ છે. પરંતુ, શું તમે રાહુલ દ્રવિડના કોચ વિશે જાણો છો? તેમનું નામ કેકી તારાપોર છે. જોકે, રાહુલ દ્રવિડ જ તેમના શિષ્ય નથી. તારાપોરેએ બીએસ ચંદ્રશેખર, ઈએએસ પ્રસન્ના, ગુંડપ્પા વિશ્વનાથ, સૈયદ કિરમાણી, સદાનંદ વિશ્વનાથ અને અનિલ કુંબલે જેવા ખેલાડીઓને તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારતીય ક્રિકેટમાં કેકી તારાપોરની ભૂમિકા

જેમ ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડ ઘણી ભૂમિકાઓમાં જોવા મળે છે, તેવી જ રીતે તેમના કોચ કેકી તારાપોરેએ પણ ખેલાડી હોવા ઉપરાંત અન્ય ભૂમિકાઓમાં યોગદાન આપ્યું છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ એડમિનિસ્ટ્રેટર અને મેનેજર તરીકે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. તેઓ 1967માં ઈંગ્લેન્ડ અને 1971માં વેસ્ટ ઈન્ડિઝમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતનાર ટીમ ઈન્ડિયાના મેનેજર હતા.

Keki Tarapore

Keki Tarapore

ભારત માટે 1 મેચ રમી, FC મેચમાં 91/8 શ્રેષ્ઠ પ્રદર્શન

એક ખેલાડી તરીકે કેકી તારાપોર ભારત માટે માત્ર એક જ ટેસ્ટ મેચ રમ્યા હતા. તેણે 1948માં દિલ્હીના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તેમણે માત્ર 2 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ લીધી ન હતી. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 40 મેચ રમી હતી, જેમાં 441 રન બનાવવા ઉપરાંત 148 વિકેટ પણ લીધી હતી. જેમાં એક ઈનિંગમાં 91 રન આપી 8 વિકેટ એ તેમનું બેસ્ટ પ્રદર્શન રહ્યું હતું.

કેકી તારાપોરે રાહુલ દ્રવિડની શોધ કેવી રીતે કરી?

હવે સવાલ એ છે કે તેણે રાહુલ દ્રવિડની શોધ કેવી રીતે કરી? જ્યારે રાહુલ દ્રવિડ માત્ર 11 વર્ષનો હતો ત્યારે તે કેકી તારાપોરને પહેલીવાર મળ્યો હતો. તેમણે દ્રવિડને બેટિંગ કરતા જોયો. કેકી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વતી કોચિંગ કેમ્પ ચલાવી રહ્યા હતા. આ જ કેમ્પમાં તેમનું ધ્યાન દ્રવિડની બેટિંગ ટેક્નિક પર પડ્યું. તેમણે દ્રવિડની ક્રિકેટ શીખવાની આતુરતા જોઈ. તારાપોરેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ રાહુલ દ્રવિડની મહેનત અને સમર્પણથી પ્રભાવિત થયા. તે ત્યારે સમજી ગયા હતા કે આ છોકરો લાંબી રેસનો ઘોડો છે અને ટીમ ઈન્ડિયા માટે રમશે અને આજે સત્ય બધાની સામે છે.

24 હજારથી વધુ રન બનાવનાર ખેલાડીને આપ્યો

રાહુલ દ્રવિડની ગણતરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં થાય છે. ટેસ્ટ હોય, ODI કે T20 ફોર્મેટ, રાહુલ દ્રવિડે દરેકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. માત્ર એક જ મેચ રમનાર કોચ કેકી તારાપોરના શિષ્ય રાહુલ દ્રવિડે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 500થી વધુ મેચ રમી અને 48 સદીની મદદથી 24208 રન બનાવ્યા. ચોક્કસ, એક કોચ તરીકે કેકી તારાપોરને તેના શિષ્ય પર ગર્વ હશે.

આ પણ વાંચો : અનુભવી ભારતીય ક્રિકેટર નિવૃત્તિ લીધા વિના બન્યો કોચ, વિરોધી ટીમ સાથે જોડાયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">