IPL 2024: ધોનીની ફેન ફોલોઈંગ જોઈ દિગ્ગજ ખેલાડી ચોંકી ગયો, કહ્યું- ફિલ્મ સ્ટાર્સ પણ તેની સરખામણીમાં કંઈ નથી

લખનૌ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લેંગરે મહેન્દ્ર સિંહ ધોનીના ફેન ફોલોઈંગ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. લખનૌમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ઘરઆંગણેની ટીમ કરતાં ધોનીના વધુ સમર્થકો જોઈને તેમણે કહ્યું કે ફિલ્મ સ્ટાર્સ અને સુપરસ્ટાર્સ એક તરફ અને ધોનીની હાજરી એક તરફ, તેમની સામે કોઈ ટકી શકે નહીં. ધોની અહીં ભગવાન સમાન છે.

IPL 2024: ધોનીની ફેન ફોલોઈંગ જોઈ દિગ્ગજ ખેલાડી ચોંકી ગયો, કહ્યું- ફિલ્મ સ્ટાર્સ પણ તેની સરખામણીમાં કંઈ નથી
MS Dhoni
| Updated on: Apr 27, 2024 | 5:31 PM

ધોની IPLમાં એક એવો ખેલાડી છે જેની ફેન ફોલોઈંગ કોઈ એક ટીમ સુધી મર્યાદિત નથી. જ્યારે પણ ચેન્નાઈ દેશના કોઈપણ સ્ટેડિયમમાં રમે છે ત્યારે ધોનીના આવતાની સાથે જ ચાહકો પોતાની ટીમની જર્સી ઉતારી લે છે અને તેના પર ધોનીનું નામ લખેલું ટી-શર્ટ પહેરી લે છે. લોકો છેલ્લી ઓવરમાં ધોની ક્રિઝ પર આવે તેની આતુરતાથી રાહ જુએ છે અને જેવો તે મેદાન પર આવે છે કે સ્ટેડિયમ ‘ધોની-ધોની’નો ઘોંઘાટથી ગુંજવા લાગે છે. આ બધું જોઈને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી અને લખનૌ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લેંગર આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જસ્ટિન લેંગરે ધોનીને ભારતમાં ભગવાન ગણાવ્યો

ખરેખર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સતત બે મેચ રમાઈ હતી. જેમાં એક મેચ લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં અને બીજી ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યારે ચેન્નાઈની મેચ હોય છે ત્યારે ચેપોક સ્ટેડિયમ પીળા રંગમાં રંગાઈ જાય છે, પરંતુ જસ્ટિન લેંગરને લખનૌની ટીમના હોમ ગ્રાઉન્ડ પર અડધાથી વધુ પ્રશંસકોને ધોનીના નામની જર્સી પહેરીને જોઈને આઘાત લાગ્યો હતો. હવે તેણે ધોની વિશે એક મેસેજ લખ્યો છે, જેમાં તેને ધોનીને ભગવાન ગણાવ્યો છે.

ફિલ્મ સ્ટાર્સ પણ ધોનીની સરખામણીમાં કઈં નથી

લેંગરે કહ્યું કે અહીં ધોનીની ફેન ફોલોઈંગ આશ્ચર્યજનક છે. લખનૌમાં તેના હોમ ગ્રાઉન્ડ પર 70 ટકાથી વધુ ચાહકો ધોનીને સમર્થન આપી રહ્યા હતા. લેંગરને એટલું આશ્ચર્ય થયું કે તેણે ફિલ્મના સુપરસ્ટાર્સને ધોનીની સરખામણીમાં પાછળ ગણાવ્યા. તેણે કહ્યું કે ફિલ્મ સ્ટાર્સ અને સુપરસ્ટાર્સ એક તરફ અને ધોનીની હાજરી એક તરફ, તેમની સામે કોઈ ટકી શકે નહીં. તે અહીં ભગવાન સમાન છે.

નિકોલસ પુરન-ડી કોકે પણ આપી હતી પ્રતિક્રિયા

લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર ક્વિન્ટન ડી કોકની પત્ની શાશા ડી કોકે ચેન્નાઈથી મેચ દરમિયાન એક તસવીર શેર કરી હતી, જેમાં તેની સ્માર્ટવોચ તેને ધોનીના આગમનથી થતા અવાજ અંગે ચેતવણી આપી રહી હતી. આ તસવીર તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ સિવાય લખનૌના બેટ્સમેન નિકોલસ પુરને આશ્ચર્ય વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે લખનૌમાં મેચ પહેલા હોમ ટીમના બદલે લોકોએ ધોનીને જોવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી.

પેટ કમિન્સે ધોની વિશે કહી મોટી વાત

તમને જણાવી દઈએ કે આ પહેલા અન્ય વિદેશી ખેલાડીઓ પણ ધોનીની ફેન ફોલોઈંગ પર આશ્ચર્ય વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ધોનીને ભારતમાં ભગવાન ગણાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે પોડકાસ્ટ પર કહ્યું હતું કે ધોની આવે ત્યારે ચાહકો જે પ્રકારનો ઘોંઘાટ કરે છે, તેવો અવાજ તેણે ક્યારેય કોઈ રમતમાં સાંભળ્યો નથી, ન તો ટીવી પર કે ન તો લાઈવ.

આ પણ વાંચો : IPL 2024 KKR vs PBKS: 261 રન પણ ઓછા પડ્યા, પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો, કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો