AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાન ટીમને આ ખેલાડી કોચીંગ આપશે, ઈંગ્લેન્ડ માટે હજારો રન બનાવ્યા છે

Cricket : જોનાથન ટ્રોટ (Jonathan Trott) ને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 41 વર્ષીય ટ્રોટે ઈંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવ્યા છે.

અફઘાનિસ્તાન ટીમને આ ખેલાડી કોચીંગ આપશે, ઈંગ્લેન્ડ માટે હજારો રન બનાવ્યા છે
Jonathan Trott (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:09 AM
Share

ઈંગ્લેન્ડ ના ભૂતપૂર્વ ક્રિકેટર જોનાથન ટ્રોટ (Jonathan Trott) ને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket) ના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોનાથન ટ્રોટ ઓગસ્ટમાં અફઘાન ટીમના આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમની કમાન સંભાળશે. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરે T20 વર્લ્ડ કપ 2021 પછી અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. ત્યાર બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ટીમના મુખ્ય કોચની શોધમાં હતી.

41 વર્ષીય જોનાથન ટ્રોટ અફઘાનિસ્તાન ટીમના કોચ બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જોનાથન ટ્રોટનું માનવું છે કે, અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમો સાથે સ્પર્ધા કરવા માટે વધુ સક્ષમ છે. જોનાથન ટ્રોટ (Jonathan Trott) એ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી રોમાંચક ટીમોમાંથી એક વિકસાવવાની તક મળવાથી હું સન્માનિત અને ઉત્સાહિત છું. હું એવા ખેલાડીઓના જૂથ સાથે કામ કરવા માટે રાહ જોઈ શકતો નથી જેઓ અફઘાનિસ્તાનના લોકોને ગર્વ અનુભવે તેવા માટે સ્પષ્ટપણે સક્ષમ છે.’

આવી રહી છે જોનાથન ટ્રોટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

ઇંગ્લેન્ડના પુર્વ ક્રિકેટર જોનાથન ટ્રોટ (Jonathan Trott) એ પોતાની ઇંગ્લેન્ડ ટીમ માટે 52 ટેસ્ટ, 68 ODI અને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. જેમાં અનુક્રમે 3835, 2819 અને 138 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી કુલ 13 સદી અને 42 અડધી સદી નીકળી હતી. તેણે છેલ્લે મે 2015માં બ્રિજટાઉન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોનાથન ટ્રોટ બેટિંગની સાથે સાથે ઉપયોગી મીડિયમ પેસ બોલર પણ રહ્યો છે.

અફધાનિસ્તાન અને આયરલેન્ડ વચ્ચે રમાશે 5 ટી20 મેચની સીરિઝ

અફઘાનિસ્તાનની ટીમ (Afghanistan Cricket Team) પાંચ T20 મેચોની શ્રેણી માટે આયર્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. અફઘાનિસ્તાનનો આયર્લેન્ડ પ્રવાસ 9 ઓગસ્ટ (મંગળવાર) ના રોજ બેલફાસ્ટમાં સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબમાં ઓપનિંગ મેચ સાથે શરૂ થવાનો છે. અફઘાનિસ્તાનનો આયર્લેન્ડ પ્રવાસ 17 ઓગસ્ટ (બુધવાર)ના રોજ આ જ મેદાન પર પાંચમી મેચ સાથે પુરો થશે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">