Rajasthan Royals ના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને જો રૂટે પંજાબી ગીત પર ડાન્સ કર્યો, Video વાયરલ
IPL 2023, RR vs DC : રાજસ્થાન રોયલ્સનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ નવા સાથી ખેલાડી જો રૂટ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ટીમ તેની તેમની આગામી મેચમાં તેઓ દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ગુરુવારે નવા સાથી ખેલાડી જો રૂટ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. RR સોશિયલ મીડિયા ટીમ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં, બંનેને એક લોકપ્રિય પંજાબી લોક પ્રિય ગીત ‘Biba’ની ધૂન પર સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “યુઝી સ્ટાઈલનું IPLમાં સ્વાગત છે.” જેમ જેમ ગીત વાગતું રહે છે તેમ સ્પિનર રુટને કેટલીક ડાન્સ ટેકનિક બતાવતો જોઈ શકાય છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરાયેલા એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, રૂટ, જે પ્રથમ વખત લીગમાં ભાગ લઈ રહ્યો છે, તેણે કહ્યું કે યુઝવેન્દ્ર ચહલ “તેમની સંભાળ રાખે છે. ” IPL 2023ની મીની હરાજી દરમિયાન, રૂટને રાજસ્થાનની ટીમે તેની મૂળ કિંમત રૂ. 1 કરોડ માં ખરીદ્યો છે. જોકે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ સામેની પ્રથમ બે રમત માટે આરઆરની પ્લેઈંગ XIમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો : કેએલ રાહુલના ખરાબ ફોર્મ પર સસરા Suniel Shettyએ કરી ખુલીને વાત, જમાઈના ફોર્મનો બચાવ કર્યો
Welcome to IPL (Yuzi style) Roooot! 😂💗 pic.twitter.com/bI4rPoRHSE
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2023
સંજુ સેમસનની આગેવાની હેઠળની RR એ IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર જીત મેળવીને સારી શરૂઆત કરી હતી, પરંતુ તેઓ તેમની આગલી મેચમાં પંજાબ કિંગ્સ દ્વારા પરાજય થયો હતો. તેમની આગામી મેચમાં તેઓ દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
યુઝવેન્દ્ર ચહલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો
IPL 2023ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ રનથી હરાવ્યું હતું. આ જીતથી તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી હતી. રાજસ્થાનની ટીમ આ મેચમાં હારી ગઈ હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.ચહલ ઘણો મોંઘો સાબિત થયો અને તેણે ચાર ઓવરમાં 50 રન ખર્ચ્યા. તેને એકમાત્ર જીતેશ શર્માની વિકેટ મળી હતી.
આ વિકેટ લઈને ચહલ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો. જોકે, આ લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયોમાં તે પ્રથમ છે. ચહલે અત્યાર સુધી 133 મેચમાં 171 વિકેટ ઝડપી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…