‘કલબમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા’… સ્ટાર ભારતીય ક્રિકેટરના પિતા પર મોટો આરોપ, ખેલાડી સામે કાર્યવાહી

|

Oct 22, 2024 | 5:49 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી જેમિમાહ રોડ્રિગ્સના પિતા પર મુંબઈના ખાર જીમખાના ક્લબ દ્વારા ધર્મ પરિવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ક્લબે એક મીટિંગ બોલાવી તાત્કાલિક અસરથી જેમિમાહનું સભ્યપદ રદ્દ કર્યું હતું. આ મામલે જેમિમાહ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

‘કલબમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા’… સ્ટાર ભારતીય ક્રિકેટરના પિતા પર મોટો આરોપ, ખેલાડી સામે કાર્યવાહી
Jemimah Rodrigues with her father
Image Credit source: X/Jemimah Rodrigues

Follow us on

મુંબઈની પ્રખ્યાત ખાર જીમખાના ક્લબે ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્સના પિતા ઈવાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. શહેરની સૌથી જૂની ક્લબમાંની એક ખાર જીમખાનાએ દાવો કર્યો છે કે ભારતીય ક્રિકેટરના પિતા જીમખાનાની જગ્યાનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે કરતા હતા. ત્યાં લોકોને ધર્માંતરિત કરવાનું કામ કરતા હતા. ક્લબે આ બાબતની નોંધ લીધી અને જેમિમાહ સામે કાર્યવાહી કરી અને તાત્કાલિક અસરથી તેનું સભ્યપદ રદ્દ કર્યું. હાલમાં આ મામલે જેમિમાહ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ બાબતે ક્લબે શું કહ્યું?

ખાર જીમખાના ક્લબે તેની વાર્ષિક બેઠકમાં જેમિમાહનું સભ્યપદ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ક્લબના પ્રમુખ વિવેક દેવનાનીએ પણ ભારતીય ક્રિકેટરના પિતા વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની પુષ્ટિ કરી છે. એક અહેવાલ મુજબ જેમિમાહના પિતાને 3 વર્ષ માટે સભ્યપદ આપવામાં આવ્યું હતું, બેઠકમાં સર્વસંમતિ બાદ ઠરાવ પસાર કરીને સભ્યપદ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્લબની મેનેજિંગ કમિટીના સભ્ય શિવ મલ્હોત્રાએ આ મામલે ખુલાસો કર્યો હતો કે જેમિમાહના પિતા ઈવાન બ્રધર મેન્યુઅલ મિનિસ્ટ્રીઝ નામની સંસ્થા સાથે જોડાયેલા હતા.

જીમખાનામાં ધાર્મિક પ્રવૃત્તિઓની મંજૂરી નથી

જેમિમાહના પિતાએ લગભગ દોઢ વર્ષથી પ્રેસિડેન્સી હોલ બુક કરાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે 35 કાર્યક્રમોનું આયોજન કર્યું અને ધર્મ પરિવર્તન સહિત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરી. તેમણે વધુમાં કહ્યું કે ‘અમે સાંભળીએ છીએ કે દેશભરમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. પરંતુ આ કામ અમારા નાક નીચે જ થઈ રહ્યું હતું. શિવ મલ્હોત્રાએ એ પણ ખુલાસો કર્યો કે જીમખાનાના નિયમો મુજબ ક્લબમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓની મંજૂરી નથી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

સ્ટાફ મેમ્બર પાસેથી મળી માહિતી

જીમખાનાના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડેકરે જણાવ્યું હતું કે તેમને ક્લબમાં ચાલતી ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે ત્યાંના સ્ટાફ મેમ્બર દ્વારા માહિતી મળી હતી. આ પછી ક્લબના કેટલાક લોકો પ્રેસિડેન્શિયલ હોલમાં તપાસ કરવા ગયા હતા. ત્યાં જઈને તેમણે જોયું કે રૂમમાં અંધારું હતું અને ટ્રાન્સ મ્યુઝિક વાગી રહ્યું હતું. એક મહિલા કહી રહી હતી, ‘તે અમને બચાવવા માટે આવી રહી છે.’ આ બધું જોઈને બધા સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી બધાએ તેનો વિરોધ કર્યો અને જેમિમાહનું સભ્યપદ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: IND vs NZ : ગૌતમ ગંભીર કેએલ રાહુલને નહીં કરે ડ્રોપ, આ ખેલાડી પૂણે ટેસ્ટમાંથી થશે બહાર !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article