IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમને વધી મુશ્કેલી, ઈજાને લઈ જેમ્સ એન્ડરસનનુ ભારત સામે મેદાને ઉતરવુ અનિશ્ચિત!

|

Jun 23, 2022 | 10:08 AM

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે આગામી 1 જુલાઈ થી ટેસ્ટ મેચ રમાનારી છે. ગત વર્ષે પાંચ ટેસ્ટ મેચોની રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની અંતિમ અને બાકી રહેલી તે ટેસ્ટ મેચ રમાનારી છે. કોરોનાને કારણે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ જેતે સમયે સ્થગિત કરાઈ હતી.

IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમને વધી મુશ્કેલી, ઈજાને લઈ જેમ્સ એન્ડરસનનુ ભારત સામે મેદાને ઉતરવુ અનિશ્ચિત!
IND vs ENG ટેસ્ટ પહેલા જ ઈજાથી આરામ પર

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે આગામી 1 જુલાઈએ ટેસ્ટ મેચ રમાનારી છે. આ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) ની ચિંતાઓ વધી રહી છે. ટીમ ઈન્ડિયા સામે ગત વર્ષે ટેસ્ટ સિરીઝમાં સારુ પ્રદર્શન કરનાર જેમ્સ એન્ડરસન (James Anderson) ના રમવાને લઈ અનિશ્ચિતતા વર્તાવા લાગી છે. એન્ડરસનને ઈજાને લઈને જ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં એન્ડરસનનો સમાવેશ કર્યો નથી. તેને ઈજાને લઈને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સે આ અંગેની માહિતી ઈલેવન જાહેર કરતી વેળા આપી હતી.

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ લીડ્ઝમાં રમાઈ રહી છે. આ માટેની પ્લેઈંગ ઈલેવન ઈંગ્લેન્ડે જાહેર કરી છે. ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે જેમ્સ એન્ડરસનને આરામ આપવાની વાત કહેવા સાથે એ પણ કહ્યુ કે તેની ઈજા કેટલી ગંભીર છે એ હજુ નક્કી થયુ નથી. સ્ટોક્સનુ આ નિવેદન જ હવે એન્ડરસન ભારત સામે ઉતરશે કે નહી તે સવાલ પેદા કરી રહ્યુ છે. આમ જો એન્ડરસન ઈજાને લઈને વધુ સમય આરામ પર રહેશે તો તે ભારત સામેની ટેસ્ટ મેચ ગુમાવી શકે છે, જે ઈંગ્લેન્ડ માટે ચિંતાજનક હશે.

ઈજા અંગે સુનશ્ચિત નહીં-સ્ટોક્સ

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ રહેલા ઈંગ્લેન્ડ ટીમના સુકાની બેન સ્ટોક્સે કહ્યુ હતુ કે, જેમ્સના પગના ઘૂંટણમાં સોજો છે. તેને નથી લાગતુ કે તે આગામી મહિનાની શરુઆતે રમાનારી ભારત સામેની ટેસ્ટ મેચ માટે ફિટ હોઈ શકે. સુકાની સ્ટોક્સે કહ્યુ કમનસીબે જીમીની તબિયત સારી નથી તેથી જેમી ઓવરટોન આ સપ્તાહે ડેબ્યૂ કરશે. જીમીને માટે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ અમારે ભારત સામે મોટી ટેસ્ટ મેચ રમવાની છે. પ્રમાણિકતાથી કહુ તો હું એ વાતથી સુનિશ્ચિત નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

ઓવર્ટનને ઘરેલુ ક્રિકેટમાં બહોળો અનુભવ

આ સ્થિતીમાં ન્યુઝીલેન્ડ અને ભારત સામે હવે ઓવર્ટનને મોકો મળશે. ઘરેલુ ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવતા 28 વર્ષીય ઓવર્ટન ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને ડેબ્યૂ કરવાનો મોકો જેમ્સ એન્ડરસનના આરામ પર જવાને લઈ મળશે. ઘરેલુ ક્રિકેટમાં આ ઓલરાઉન્ડર ખેલાડી 82 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 206 વિકેટ ઝડપી છે. જ્યારે 2500 થી વધારે ઘરેલુ ક્રિકેટમાં રન નોંઘાવી ચુક્યો છે. લીસ્ટ એ માં જ તે 57 વિકેટ ઝડપી ચુક્યો છે. આમ ઈંગ્લેન્ડને ઓવર્ટનથી આશાઓ દેખાઈ રહી છે કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેનુ કૌશલ્ય દર્શાવે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), મેટી પોટ્સ, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમી ઓવરટોન

Next Article