ICCમાં જતા પહેલા જય શાહે આપી વધુ એક મોટી ભેટ, બદલાશે ખેલાડીઓનું નસીબ

|

Sep 12, 2024 | 12:57 PM

આઈસીસી ચેરમેનનો પદભાર સંભાળતા પહેલા જય શાહે ખેલાડીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. જેમાં માત્ર ભારતીય ક્રિકેટર નહિ એશિયાના ક્રિકેટરોને પણ ફાયદો મળશે. તો ચાલો જાણીએ જય શાહે કઈ મોટી જાહેરાત કરી છે.

ICCમાં જતા પહેલા જય શાહે આપી વધુ એક મોટી ભેટ, બદલાશે ખેલાડીઓનું નસીબ

Follow us on

બીસીસીઆઈના હાલના સચિવ અને એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ આઈસીસીના નવા ચેરમેન તરીકે પસંદગી થઈ છે. તે આગામી 1 ડિસેમ્બરના રોજ પોતાનો કાર્યકાળ સંભાળશે. આ પદ સંભાળતા પહેલા જય શહ એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તરીકે મોટી જાહેરાત કરી છે. જય શાહના આ નિર્ણયથી માત્ર ભારત જ નહિ પરંતુ એશિયાના તમામ ક્રિકેટરોને બમ્પર ફાયદો મળશે. જેનાથી કેટલાક ખેલાડીઓનું નસીબ પણ બદલાશે.

જય શાહે શું નિર્ણય લીધો

બીસીસીઆઈ સચિવ જય શાહની અધ્યક્ષતામાં એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલે મહિલાઓની અંડર-19 ટી20 એશિયા કપ ટૂર્નામેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં એશિયાની યુવા મહિલા ક્રિકેટર પોતાનું ટેલેન્ટ દેખાડવા મેદાનમાં ઉતરશે. જેમાં શાનદાર પ્રદર્શન કરનાર અનેક ક્રિકેટરોનું નસીબ બદલાશે.તેની પસંદગી દેશની સીનિયર ટીમમાં થઈ શકે છે. જેનો ફાયદો ભારતની યુવા ક્રિકેટરોને સમાન રુપમાં મળશે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

 

 

મહિલા ક્રિકેટના હિતમાં લીધો નિર્ણય

જય શાહનો આ નિર્ણય મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું છે. આ પહેલા જય શાહે અંડર-19 લેવલ પર મહિલાોના ટી20 વર્લ્ડકપનું આયોજન કરાવ્યું હતુ. હવે અંડર-19 એશિયા કપનું આયોજન મહિલા ક્રિકેટને એક નવા તબક્કા પર પહોંચાડવાનું કામ કરશે. આ પહેલા બીસીસીઆઈ સચિવ જય શાહે ભારતમાં મહિલા ક્રિકેટરોને પુરુષ ખેલાડીઓ બરાબર ભથ્થુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જય શાહ શું બોલ્યા, જાણો

જય શાહે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ એશિયાઈ ક્રિકેટનું ઐતિહાસિક પળ છે. મહિલા અંડર-19 એશિયા કપની શરુઆત એક મોટી ઉપલ્બધિ છે. જેના દ્વારા યુવા છોકરીઓને મોટા મંચ પર કૌશલ્ય દેખાડવાની તક મળી શકશે. આ પહેલા એશિયામાં મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જળું બનાશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલના સચિવ જય શાહ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટના બોસ બન્યા છે. 35 વર્ષના જય શાહ 1 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે, આ સાથે તે આઈસીસીના સૌથી યુવા ચેરમેન પણ છે.

Next Article