
ન્યુઝીલેન્ડ સામેની 5મી અને છેલ્લી T20 મેચમાં જ્યારે અભિષેક શર્મા અને સંજુ સેમસન સસ્તામાં આઉટ થઈ ગયા, ત્યારે ઈશાન કિશને જવાબદારી સંભાળી.
જવાબદારી સંભાળ્યા બાદ કિશને પોતાની T20 કારકિર્દીની 14મી અડધી સદી ફટકારી. 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરનાર કિશન 32 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 61 રનની તૂફાની ઇનિંગ રમીને આઉટ થયો.
આ દરમિયાન તેણે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે ભાગીદારી કરી અને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો. સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ભારત માટે 1164 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 37મી ઇનિંગમાં 12,00 રન પૂરા કર્યા અને આવું કરનાર તે પહલો ભારતીય બેટ્સમેન બની ગયો.
ઈશાન કિશને પોતાની આ ઇનિંગના દમ પર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 રન પણ પૂરા કરી લીધા. આ ઇનિંગ પછી કિશનના 69 મેચની 69 ઇનિંગમાં 2016 રન થઈ ગયા છે. આ દરમિયાન કિશને 14 અડધી સદી અને એક સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 103 રન રહ્યો છે.
આટલું જ નહીં, કિશનની 14 અડધી સદીમાંથી 8 તો આ જ વર્ષે આવી છે. આ સિવાય, તે ભારત તરફથી ત્રીજા સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.
વર્ષ 2026નું કેમ્પેઈન કિશન માટે શાનદાર રહ્યું, જેણે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે, કિશને ટુર્નામેન્ટમાં 317 રન બનાવ્યા હતા.
T20માં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં રોહિત શર્મા 4,231 રન સાથે સૌથી ઉપર છે, ત્યારબાદ વિરાટ કોહલીના નામે 4,188 રન છે અને સૂર્યકુમાર 3,272 રન સાથે ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યા (2,288), અભિષેક શર્મા (2,268) અને કેએલ રાહુલ (2,265) કિશનથી આગળ છે.
Published On - 4:50 pm, Sun, 1 November 26