Fact Check: શું વિરાટ કોહલી ખરેખર એટલો અમીર છે કે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને ખરીદી શકે છે? જાણો સત્યતા શું છે

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની રમત, લાઈફ સ્ટાઈલ અને નેટ વર્થને લઈ હંમેશા ચર્ચાઓ ચાલુ જ હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેની નેટ વર્થને લઈ અનેક ફોટો અને પોસ્ટ વાયરલ થતી જ રહે છે. જેમાં અનેકવાર આંકડાઓ ખોટા પણ હોય છે છતાં ફેન્સને આ વિષય પર ચર્ચા કરવાનું ખૂબ જ પસંદ હોય છે. જેમાં તેના અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નેટવર્થને લઈ પણ અનેક ચર્ચાઓ થઈ હતી.

Fact Check: શું વિરાટ કોહલી ખરેખર એટલો અમીર છે કે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને ખરીદી શકે છે? જાણો સત્યતા શું છે
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 1:11 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023)માં ત્રીજા મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. જેમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. તેના શાનદાર રેકોર્ડ અને દમદાર લાઈફ સ્ટાઈલના કરોડો ચાહકો છે. સાથે જ તેની નેટવર્થ અંગે પણ ખૂબ જ ચર્ચા થતી હોય છે. અમુક સોશિયલ મીડિયા પેજના આંકડા અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) એટલો અમીર છે, જેટલું પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પણ નથી.

હજાર કરોડથી વધુની નેટવર્થ

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં ટોપ પર છે. તેની નેટવર્થ 1050 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. નેટવર્થ મામલે તેની આસપાસ હાલમાં એક્ટિવ ખેલાડીઓમાં કોઈ નથી. વિરાટ બાદ ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોની 1040 કરોડ છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ કરતાં વધુ નેટવર્થ

વિરાટ કોહલીની નેટવર્થ દુનિયાના કેટલાક ક્રિકેટ બોર્ડની કુલ નેટવર્થ કરતા પણ વધુ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડની કુલ નેટવર્થ ભારતના વિરાટ કોહલી કરતાં ઓછી છે. કોહલીની નેટવર્થ 1050 કરોડ છે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નેટવર્થ 811 કરોડ છે. વિરાટની નેટવર્થ PCB કરતાં 239 કરોડ વધુ છે.

PCBને ખરીદી શકે છે વિરાટ?

વિરાટ કોહલીની નેટવર્થ પાકિસ્તાનના તમામ ક્રિકેટરો અને ક્રિકેટ બોર્ડ કરતાં વધુ છે, જેનો મતબલ એમ થયો કે વિરાટ ઈચ્છે તો આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખરીદી શકે છે. આ પ્રકારની વાતો પણ સોશિયલ મીડિયા યુઝર્સ કરવાં આવે છે. જોકે આ ફક્ત વાતો છે અને આ શક્ય નથી, છતાં આ વાતમાં કોઈ શંકા નથી કે વિરાટ ધારે તો આમ કરી પણ શકે છે. વિરાટ વિશ્વનો સૌથી લોકપ્રિય અને સૌથી અમીર ક્રિકેટર છે અને આ વાતમાં કોઈ શંકા નથી.

IPL, એન્ડોર્સમેન્ટ, ઇન્સ્ટા પોસ્ટથી કરોડોની કમાણી

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયામાં A પ્લસ ગ્રેડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે, જેના કારણે તેને વાર્ષિક 7 કરોડ રુપિયાની BCCI તરફથી મળે છે. વિરાટને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ, એક વનડે માટે 6 લાખ અને એક T20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે. આ સિવાય કોહલી IPLમાં RCB તરફથી રમવાના તેને 15 કરોડ રૂપિયા મળે છે. વિરાટ એન્ડોર્સમેન્ટથી કરોડોની કમાણી કરે છે. તે એક જાહેરાત માટે 7.5 કરોડથી 10 કરોડ ચાર્જ કરે છે. આ સિવાય એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવા માટે તેને 9 કરોડ રૂપિયા મળે છે એવી વાતો છે.

આ પણ વાંચો : IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પડકારનો સામનો કરવા તૈયાર, મોટા નિર્ણય પર તમામની નજર રહેશે

વિરાટે નેટવર્થના આંકડાઓને ખોટા ગણાવ્યા

વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાના કરોડો ચાર્જ કરે છે અને નેટવર્થ હજાર કરોડથી વધુ છે આ ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયરલ થાય બાદ વિરાતે એક પોસ્ટ કરી આ અંગે ખુલાસો કર્યો હતો કે, આ આંકડા ખોટા છે. વિરાટ તેની લાઈફ સ્ટાઈલ અને કમાણીથી ખુશ છે અને આવી અફવાઓથી દૂર રહેવા ફેન્સને વિરાટે સલાહ આપી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">