IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પડકારનો સામનો કરવા તૈયાર, મોટા નિર્ણય પર તમામની નજર રહેશે

છેલ્લા બે વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી મેચો જોવા મળી છે, પરંતુ આ બધી T20 ફોર્મેટમાં રમાઈ હતી અને મેચો નજીક હતી. આ વખતે પૂરા ચાર વર્ષ પછી, બંને કટ્ટર હરીફો ODI ફોર્મેટમાં ટકરાવાના છે અને અહીં પણ સખત મુકાબલો થવાની ખાતરી છે. બંને ટીમો સારા ફોર્મમાં છે અને એશિયા કપમાં આ મુકાબલામાં જીત મેળવી ફાઇનલ તરફ આગળ વધવા તૈયાર છે. એવમાં આ મુકબળો ભારે રસપ્રદ બની રહેશે.

IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પડકારનો સામનો કરવા તૈયાર, મોટા નિર્ણય પર તમામની નજર રહેશે
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 10:58 AM

ચાર વર્ષ અને લગભગ અઢી મહિનાના લાંબા અંતર બાદ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI ક્રિકેટમાં ટક્કરનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ODI વર્લ્ડ કપ (World Cup 2023)માં યોજાનાર મહા મુકાબલાનું ટ્રેલર 2 સપ્ટેમ્બર શનિવારના રોજ શ્રીલંકાના કેન્ડીમાં જોવા મળશે. એશિયા કપ 2023ની તેની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ટકરાશે. એ જ પાકિસ્તાન કે જેણે પોતાની પ્રથમ મેચમાં નેપાળને 238 રને હરાવ્યું હતું અને બાબર આઝમ (Babar Azam)ની ટીમને એટલો આત્મવિશ્વાસથી ભરી દીધો હતો કે તેણે મેચના એક દિવસ પહેલા તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી હતી. છતાં આત્મવિશ્વાસની ખરી કસોટી તો શનિવારે જ થશે.

લાંબા સમય બાદ બંને ટીમો ODIમાં સામ-સામે

છેલ્લા બે વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી મેચ જોવા મળી હતી પરંતુ તે તમામ T20 ફોર્મેટમાં હતી. T20 વર્લ્ડ કપ 2021 અને 2022માં એક મેચ પાકિસ્તાને જીતી હતી જ્યારે એક મેચ ભારતે જીતી હતી. એ જ રીતે ગયા વર્ષે એશિયા કપમાં પણ ભારત અને પાકિસ્તાન એક-એક વખત જીત્યા હતા. જો કે, ODIમાં બંને ટીમો વચ્ચેની ટક્કરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. છેલ્લી વખત બંને ટીમો 2019 ODI વર્લ્ડ કપમાં ટકરાઈ હતી, જ્યાં ભારતે રોહિત શર્માની શાનદાર સદીના આધારે પાકિસ્તાન સામે પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર લગભગ નક્કી

હવે ફરી એકવાર બંને ટીમો આ ફોર્મેટમાં ટકરાઈ રહી છે અને જૂના વલણ સાથે મેદાન પર આ હરીફાઈ જોવા મળે તેવી અપેક્ષા છે. પાકિસ્તાને તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ નજર ભારતીય ટીમ પર રહેશે, જેની પાસે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો પડકાર છે. કેએલ રાહુલની ઈજાને કારણે બેટિંગ ક્રમમાં ઈશાન કિશનને તક મળશે તે નિશ્ચિત છે, જ્યારે સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે.

આ નિર્ણય સૌથી મહત્વપૂર્ણ રહેશે

ખરો પ્રશ્ન બોલિંગનો છે. શું ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના રૂપમાં ત્રણ અગ્રણી ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરે અથવા શાર્દુલ ઠાકુરને શમી અને સિરાજની જગ્યાએ સામેલ કરવામાં આવે, જે બેટિંગનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. આટલું જ નહીં, ત્રણ પેસરના સ્થાને ત્રણ સ્પિનરો લેવા કે કેમ તે પણ સવાલ છે, કારણ કે હાર્દિક પંડ્યાના રૂપમાં મિડિયમ પેસરનો વિકલ્પ પહેલેથી જ છે. આ સ્થિતિમાં અક્ષર પટેલને સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો : IND vs PAK: મેચ પહેલા ભારતીય કેપ્ટનની ગર્જના, એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો કરવા માંગે છે રોહિત

આંકડા કોની તરફેણમાં છે?

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 17 વખત ટકરાયા છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 9 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 6 મેચ જીતી છે. છેલ્લા 10 વર્ષમાં બંને ટીમો વચ્ચે માત્ર 7 વનડે રમાઈ છે, જેમાંથી ભારતે 5 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જીત્યું છે. ભારતે 2018 ODI એશિયા કપમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ભારત (સંભવિત): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">