AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ઇરફાન પઠાણે કહ્યુ વિરાટ કોહલીના સ્થાનને આ રીતે RCB ભરશે, બતાવ્યો બેંગ્લોરનો પ્લાન

વિરાટ કોહલી (Virat Kohli) એ આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન જ RCB ની કેપ્ટનશિપ છોડવાની વાત કહી હતી, જોકે તેણે ટીમ સાથે જોડાઇ રહેવાનુ કહ્યુ હતુ.

IPL 2022: ઇરફાન પઠાણે કહ્યુ વિરાટ કોહલીના સ્થાનને આ રીતે RCB ભરશે, બતાવ્યો બેંગ્લોરનો પ્લાન
Virat Kohli-Glenn Maxwell
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 11:15 AM
Share

IPL 2022 ના મેગા ઓક્શન (Mega Auction) ને લઇને હાલમાં તમામ આઠેય ટીમોમાં કશ્મકશ ચાલી રહી છે. આવતીકાલે મંગળવારે રિટેન ખેલાડીઓની યાદી BCCI ને સોંપવાનો અંતિમ દિવસ છે. આ પહેલા ખેલાડીઓને જાળવવા અને મુક્ત કરવાને લઇ માથાકૂટો સ્વાભાવિક મેનેજમેન્ટને વર્તાઇ રહી છે. આ દરમિયાન સૌની નજર વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ RCB પર છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે (Irfan Pathan) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન પદ માટે એ ત્રણ ખેલાડીઓમાંથી પસંદ કરવાની સંભાવના નકારી છે. જે ત્રણ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલી એ IPL 2022 ની સિઝન પહેલા જ બેંગ્લોરની ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેણે આ માટે IPL 2021 ના દરમ્યાન જ ઘોષણા કરી દીધી હતી. હવે RCB એ કેપ્ટનશિપ સોંપવા માટે યોગ્ય ચહેરા માટે પ્રયાસ હાથ ધર્યા છે. ઇરફાન પઠાણનુ માનવુ છે કે, જે ત્રણ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, તેમાંથી કોઇ પણ કેપ્ટન નહી હોય. પઠાણે કહ્યુ કે, ફેન્ચાઇજી આઇપીએલ ઓક્શનમાંથી જ નવા કેપ્ટનને શોધશે.

હાલમાં કાનપુર (Kanpur Test) માં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ દરમ્યાનના બ્રેક દરમ્યાન એક શોમાં ઇરફાન પઠાણે આ વાત કહી હતી. આરસીબીના સંભવિતોને લઇને વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, આરસીબીના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રિટેન કરવો જોઇએ. જે પાછળની સિઝનમાં તેમનો ટો સ્કોરર હતો. સાથે જ એ પણ કહ્યુ હતુ કે, તે ટીમનો કેપ્ટન નહીં બનવો જોઇએ.

મેક્સવેલને લઇ કહ્યુ આમ

આગળ વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે હરાજીમાંથી જ કોઈ એવી વ્યક્તિ હશે જે આરસીબીની કેપ્ટનશીપ મેળવી શકે કારણ કે મારા મગજમાં જે પણ ચાર ખેલાડીઓ છે, વિરાટ દેખીતી રીતે કેપ્ટન બનશે નહીં કારણ કે તેણે જાહેરાત કરી છે. ગ્લેન મેક્સવેલ છે પરંતુ તમે તેને કેપ્ટનશિપ આપવા માંગતા નથી. કારણ કે તે પોતાની સ્ટાઇલનો એક ફ્રી ક્રિકેટર છે અને તેને આ પ્રકારની જવાબદારી આપવા નથી માંગતા. તમે ઇચ્છો છો કે તે મુક્તપણે રમે.

પઠાણનુ માનવુ છે કે, આરસીબીએ બોલીંગ વિભાગ માટે યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજને રિટેન કરવા -જોઇએ, તે ત્રીજો ખેલાડી હોવો જોઇએ , જેને ટીમ રિટેન કરી શકે છે. ચોથા પ્લેયરના રુપમાં તેણે સિરાજની સાથે જવાનુ કહ્યુ હતુ. સાથે જ કહ્યુ તેમને કેપ્ટન મળી શકે છે પરંતુ આ માટે તેઓએ હરાજીમાં જવુ પડશે. તેમણે આ હિસ્સા માટે આકરી મહેનત કરવાની જરુર છે.

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડિયા સંકટમાં મુકાતા દેખાડ્યો દમ, ટીકાકારોના નિશાને રહેલા બેટ્સમેને 4 વર્ષ બાદ ખરા સમયે ફીફટી નોંધાવી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">