પાકિસ્તાનની હાર પર ઝુમ્યો પઠાણ, સ્પિન માસ્ટર રાશિદ ખાન સાથે કર્યા ભાંગડા, જુઓ Video
World Cup 2023: અફધાનિસ્તાને પાકિસ્તાને આસાનીથી હાર આપી છે. અફધાનિસ્તાન સામે જીત માટે 283 રનનો લક્ષ્યાંક હતો. અફધાનિસ્તાને 49 વિકેટ ઓવરમાં 2 વિકેટે 286 રન બનાવી મેચ પોતાને નામ કરી હતી.આ ક્ષણને યાદગાર બનાવતા, અનુભવી ઓલરાઉન્ડર ઈરફાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાશિદ સાથે ડાન્સ કરતો એક ફોટો પણ શેર કર્યો છે.
વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન (Afghanistan)નું શાનદાર પ્રદર્શન ચાલું છે. આ ટીમે પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવી મોટો અપસેટ સર્જોય હતો. હવે પાકિસ્તાનને હરાવી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ જીત બાદ અફઘાનિસ્તાન ટીમ પોઈન્ટ ટેબલમાં 6ઠ્ઠા સ્થાન પર કબજો કર્યો છે. આ મેચ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ 10માં નંબર પર હતી. હવે અફઘાનિસ્તાન 5 મેચમાં 4 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હાર આપી છે. જ્યારે બાંગ્લાદેશ, ભારત અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
અફઘાનિસ્તાનના ખેલાડીઓએ કર્યો ડાન્સ
પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખુબ જશ્ન મનાવ્યો હતો. આ સિવાય અફઘાનિસ્તાનના ચાહકો પણ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ રાશિદ ખાનની સાથે જશ્ન મનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.આ મેચમાં અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Irfan Pathan dancing with Rashid Khan.
– Video of the day from Chepauk…!!!pic.twitter.com/ijoMGqKht1
— Johns. (@CricCrazyJohns) October 23, 2023
પાકિસ્તાનની આ સતત ત્રીજી હાર
પાકિસ્તાનની ટીમની વાત કરીએ તો બાબર આઝમની ટીમે સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરુઆત શાનદાર કરી હતી. આ ટીમે પહેલા નેધરલેન્ડને હરાવ્યું ત્યારબાદ શ્રીલંકાને ટક્કર આપી પરંતુ ટીમ સતત પોતાની જીત ચાલુ રાખી શકી નહિ. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું છે. હવે પાકિસ્તાનના 5 મેચમાં 4 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ 5માં નંબર પર છે. પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાશિદ સાથે ડાન્સ કરતો એક ફોટો પણ શેર કર્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો : World cup 2023 : હવે જો આવું થશે તો જ પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી શકશે