Michael Bracewell એ T20I ની સૌથી અનોખી Hat trick લીધી, માન્યામાં ના આવે તો જોઈ લો આ-VIDEO

|

Jul 21, 2022 | 9:11 AM

આયર્લેન્ડની ઈનિંગ્સની 14મી ઓવરમાં માઈકલ બ્રેસવેલે (Michael Bracewell) ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર વિકેટ લીધી અને પોતાની હેટ્રિક પૂરી કરી. આ હેટ્રિક સાથે આયર્લેન્ડની રમત ખતમ થઈ ગઈ, નવો ઈતિહાસ રચીને તેણે ન્યૂઝીલેન્ડ માટે સિરીઝ પણ પાકી કરી દીધી.

Michael Bracewell એ T20I ની સૌથી અનોખી Hat trick લીધી, માન્યામાં ના આવે તો જોઈ લો આ-VIDEO
Michael Bracewell એ હેટ્રીક સાથે જીત અપાવી

Follow us on

T20I માં ઘણા બોલરોએ હેટ્રિક લીધી, પરંતુ માઈકલ બ્રેસવેલ (Michael Bracewell) એ લીધેલી ની હેટ્રિકની વાત કંઈક અલગ છે. આ સૌથી અનોખી હેટ્રિક છે. બ્રેસવેલ આવી હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. હવે તમને એમ પણ થશે કે એવુ તો શુ છે એ હેટ્રિકમાં, પરંતુ તે પહેલાં, ફક્ત એટલું જાણી લો કે બ્રેસવેલની હેટ્રિક ક્યારે અને ક્યાં થઈ. તેણે આયર્લેન્ડ (Ireland vs New Zealand) સામે રમાયેલી બીજી T20Iમાં આ કારનામું કર્યું હતું. આયર્લેન્ડની ઇનિંગ્સની 14મી ઓવરમાં તેણે ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર વિકેટ લીધી અને પોતાની હેટ્રિક પૂરી કરી. આ હેટ્રિક સાથે આયર્લેન્ડની રમત સમાપ્ત થઈ ગઈ, નવો ઈતિહાસ સર્જાયો, બ્રેસવેલે ન્યૂઝીલેન્ડ માટે પણ સિરીઝ પર મહોર મારી.

ન્યુઝીલેન્ડે બીજી T20માં આયર્લેન્ડને 88 રનથી હરાવીને 3 મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. પહેલા રમતા કિવી ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ માઈકલ બ્રેસવેલની હેટ્રિકથી પરાસ્ત થઈ ગઈ હતી અને 13.5 ઓવરમાં 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

માઈકલ બ્રેસવેલની હેટ્રિક આ કારણે સૌથી અલગ છે

માઈકલ બ્રેસવેલ T20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો બોલર છે. તેની પહેલા 2009માં જેકબ ઓરમ અને 2010માં ટિમ સાઉથી આ કમાલ કરી ચુક્યા છે. એટલે કે 12 વર્ષ બાદ કોઈ કીવી બોલરે T20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લીધી છે. હવે તમે વિચારતા હશો કે આ હેટ્રિક કઈ રીતે અલગ છે.

માઈકલ બ્રેસવેલની હેટ્રિકનું કારણ અલગ છે કે તે પહેલો બોલર છે જેણે T20 ઈન્ટરનેશનલમાં પોતાની પ્રથમ ઓવર ફેંકતી વખતે આ કારનામું કર્યું છે.

 

5 બોલ, 5 રન, 3 વિકેટ

માઈકલ બ્રેસવેલે ઈન્ટરનેશનલ ટી20માં પોતાની પ્રથમ ઓવર ફેંકતી વખતે માત્ર 5 બોલ ફેંક્યા હતા. તેના પર તેણે 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.તેના સિવાય ઈશ સોઢીએ પણ 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના વિકેટ કીપર બેટ્સમેન ડેન ક્લીવરે 55 બોલમાં અણનમ 78 રન બનાવ્યા, જેના કારણે તે આયર્લેન્ડ સામે કુલ 180 રનનો સ્કોર લગાવવામાં સફળ રહ્યો. ક્લીવરને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ 31 રને જીતી હતી. હવે બંને દેશો વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 22 જુલાઈએ રમાશે.

 

Published On - 8:39 am, Thu, 21 July 22

Next Article