AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: શ્રીસંતે નિર્દોષ છુટવાને લઇને કર્યો ખૂલાસો, આઇપીએલ 2013માં સ્પોટ ફિક્સીંગમાં સપડાતા જેલમાં પુરાયો હતો

IPL 2013 દરમિયાન જ્યારે સ્પોટ ફિક્સિંગમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના કેટલાક ખેલાડીઓના નામ આવ્યા ત્યારે ક્રિકેટમાં ભૂકંપ આવ્યો હતો.

IPL: શ્રીસંતે નિર્દોષ છુટવાને લઇને કર્યો ખૂલાસો, આઇપીએલ 2013માં સ્પોટ ફિક્સીંગમાં સપડાતા જેલમાં પુરાયો હતો
S. Sreesanth
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:19 PM
Share

IPL 2013 માં ઉદ્ભવેલી સ્પોટ ફિક્સિંગ (Spot Fixing) ની આગ હવે ઠંડી પડી ગઈ છે. તે સ્પોટ-ફિક્સ્ડ કૌભાંડમાં ફસાયેલા ઝડપી બોલર એસ. શ્રીસંત (S. Sreesanth) ને હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. અને હવે તે ફરીથી ક્રિકેટ રમવા માટે મુક્ત છે. પરંતુ આ બધાની વચ્ચે, એક મીડિયા ઇન્ટરવ્યુમાં શ્રીસંતે 2013 ના સ્પોટ ફિક્સિંગના સમગ્ર મુદ્દે ખુલીને વાત કરી છે.

તેમણે તેમાંથી ઉદ્ભવતા સંજોગોને મૃત્યુ સમાન ગણાવ્યા. એમ પણ કહ્યું કે, તે 10 લાખ રૂપિયા માટે આવું શુ કામ કરશે? તેણે મીડિયા રિપોર્ટસનુસાર કહ્યું હતુ કે, જ્યારે હું એક પાર્ટી કરું છું ત્યારે 2-2 લાખ રૂપિયાનું બિલ આવે છે. તેણે આ સમગ્ર ફિક્સિંગ એપિસોડમાંથી નિર્દોષ જાહેર થવા પાછળ લોકોની પ્રાર્થનાની અસર જણાવી હતી.

IPL 2013 દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના કેટલાક ખેલાડીઓના નામ આવ્યા ત્યારે ક્રિકેટમાં ભૂકંપ આવ્યો હતો. તે કિસ્સામાં શ્રીસંતનું નામ સૌથી વધુ સામે આવ્યું. જે બાદ તેના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો હતો, અને તેને જેલમાં જવું પડ્યું હતું. જો કે, હવે તે સ્પોટ ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત થઈ ગયો છે. ક્રિકેટ ના રમવા નો તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે. જે બાદ શ્રીસંત પણ કેરળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળ્યો હતો.

સ્પોટ ફિક્સીંગ મામલે દિલ ખોલ્યુ

વાતચીતમાં શ્રીસંતે કહ્યું કે, આ પહેલી વખત છે જ્યારે હું સ્પોટ ફિક્સિંગ વિશે કંઇક કહી રહ્યો છું. 6 બોલમાં 14 થી વધુ રનની જરૂર હતી. મેં પ્રથમ ચાર બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. આ દરમિયાન નો બોલ, નો વાઇડ. ધીમો બોલ પણ ફેંકાયો ન હતો. મારા પગ પર 12 સર્જરી કર્યા પછી પણ, હું 130 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો હતો. હું સાઉથ આફ્રિકા શ્રેણી માટે પણ મારી તૈયારી કરી રહ્યો હતો. તે શ્રેણીમાં ભાગ લેવાનો મારો પ્રયાસ હતો. હું મોટી વાતો નથી કરી રહ્યો પણ જ્યારે હું પાર્ટી કરતો હતો ત્યારે તે પાર્ટીના બિલ લગભગ 2 લાખ રૂપિયા આવતા હતા.

તે ક્ષણો મૃત્યુ સમાન હતી

તેણે કહ્યું કે તે બેશક ફરી ક્રિકેટ મેદાનમાં પાછો ફર્યો છે. પરંતુ સ્પોટ ફિક્સિંગની તે ઘટના બાદ તે ડિપ્રેશન મોડમાં ચાલ્યો ગયો. તેણે કહ્યું, કોઈને દોષ આપવો ખૂબ જ સરળ છે. પરંતુ તે ઘટનાને કારણે, હું, મારો પરિવાર, મારા મિત્રો અને મારા પ્રિયજનો બધાએ મુશ્કેલ સમયનો સામનો કર્યો. હું તે અનુભવ વિશે એટલું જ કહી શકું છું કે તે સમય મૃત્યુ બરાબર હતો.

આ પણ વાંચોઃ MI vs PBKS, IPL 2021 Match Prediction: આજે મુંબઇ અને પંજાબનો મરણીયો જંગ, ‘હાર’ બહારના રસ્તે લઇ જશે

આ પણ વાંચોઃ MI vs PBKS, LIVE Streaming: મુંબઇ ઇન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">