IPL 2023 Points Table: ગુજરાત સામે જીત મેળવી રાજસ્થાન નંબર-1 પર યથાવત, મુંબઈને એક સ્થાનનો ફાયદો

IPL 2023 Points Table in Gujarati: રવિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અને બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે જીત મેળવી હતી.

IPL 2023 Points Table: ગુજરાત સામે જીત મેળવી રાજસ્થાન નંબર-1 પર યથાવત, મુંબઈને એક સ્થાનનો ફાયદો
IPL 2023 Points Table in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 11:07 AM

રવિવારે IPL 2023 નો ડબલ હેડર દિવસ હતો. જેમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈએ કોલકાતા સામે 5 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે બીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે હોમગ્રાઉન્ડ પર સતત બીજી મેચમાં હાર મેળવી હતી. જ્યારે સિઝનમાં 5 મેચ રમીને પણ આ બીજી મેચ ગુમાવી હતી. આમ ગુજરાતની ટીમ માટે નંબર-1ના સ્થાન પર પહોંચવુ વધુ દૂર બન્યુ છે. જ્યારે ગુજરાત સામે જીત મેળવીને રાજસ્થાન 5 મેચ રમીને 4 માં જીત મેળવી નંબર-1 પર સ્થાન જાળવી રાખ્યુ છે.

ગુજરાત ટાઈટન્સ માટે રવિવારે પ્રથમ સ્થાને પહોંચવાનો મોકો હતો. ગુજરાતની ટીમના બેટરોની કેટલીક ધીમી ઓવરનો તબક્કો 200 પ્લસ સ્કોર ખડકવાની યોજના પૂરી કરી શક્યો નહોતો. ગુજરાતે 25 રન વધુ જોડ્યા હોતતો નંબર 1 બનવુ શક્ય બની શક્યુ હોત. જોકે રાજસ્થાન તરફથી સંજૂ સેમસન અને હેટમાયરે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. હેટમાયરે એકસમયે રાજસ્થાનના હાથમાંથી સરકતી બાજીને બનાવી લીધી હતી. તેણે છગ્ગાઓના દમથી જીત અપાવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મુંબઈ ઈન્ડિયન્સને એક સ્થાનનો ફાયદો

વાનખેડેમાં બપોરે શરુ થયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પોતાના અસલી મિજાજને દર્શાવતુ પ્રદર્શન કર્યુ હતુ. મેચમાં રોહિત શર્માના સ્થાને સૂર્યકુમાર યાદવે કેપ્ટનશિપ સંભાળી હતી. આ મેચમાં મુંબઈ સામે કોલકાતાએ રાખેલા 186 રનના લક્ષ્યને 18મી ઓવરમાં જ પાર કરી લીધુ હતુ. કોલકાતાએ વેંકટેશ અય્યરની તોફાની સદીના દમ પર આ સ્કોર ખડક્યો હતો. બાદમાં ઈશાન કિશનની અડધી સદી અને સૂર્યાકુમાર યાદવના તોફાની 43 રનની મદદથી જીત આસાન બની હતી. ઈશાને 5 છગ્ગા અને સૂર્યાએ 3 છગ્ગા જમાવ્યા હતા. આમ જીત સાથે મુંબઈ આઠમા સ્થાને પહોંચ્યુ હતુ. આ પહેલા મુંબઈ 9માં સ્થાને હતુ.

આ પણ વાંચોઃ Mystry Girl Shashi Dhiman: કોણ છે Punjab Kings ની મિસ્ટ્રી ગર્લ? ટીમને સપોર્ટ કરતી આ ખૂબસૂરત યુવતી સતત ચર્ચામાં, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">