IPL 2022 Points Table: પંજાબ કિંગ્સે લગાવી છલાંગ, PBKS એ પ્લેઓફની રેસમાં બેંગ્લોરને આપ્યો મોટો ઝટકો

|

May 14, 2022 | 8:30 AM

IPL Points Table in Gujarati: ગુજરાત ટાઇટન્સ (GT) સિવાય, હજુ સુધી કોઈ ટીમ પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી શકી નથી. તેની સૌથી નજીક લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) છે.

IPL 2022 Points Table: પંજાબ કિંગ્સે લગાવી છલાંગ, PBKS એ પ્લેઓફની રેસમાં બેંગ્લોરને આપ્યો મોટો ઝટકો
Punjab Kings પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યુ

Follow us on

IPL 2022 હવે તેના અંતિમ મુકામની નજીક છે. લીગ તબક્કાની મેચો પૂરી થવામાં છે અને પ્લેઓફ (IPL Play-Off) નું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. ગુજરાત ટાઇટન્સ સિવાય હજુ સુધી કોઈ ટીમ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને તેની નજીક જવાની તક મળી હતી, પરંતુ તેમના માર્ગમાં વારંવાર અડચણરૂપ સાબિત થતા પંજાબ કિંગ્સે (Punjab Kings) ફરી એક ઝટકો આપ્યો છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબે પાછલી મેચની હારમાંથી અદભૂત પુનરાગમન કર્યું અને બેંગ્લોરને 54 રનના વિશાળ માર્જિનથી હરાવી પોતાનો દાવો મજબૂત કર્યો, જ્યારે બેંગલોરની આશાઓને ખરાબ રીતે પ્રભાવિત કરી હતી.

આ બંને ટીમો વચ્ચે શુક્રવારે 13 મેના રોજ બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પંજાબની આ 12મી લીગ મેચ હતી જ્યારે બેંગ્લોરની 13મી. બંને ટીમો વચ્ચે 4 પોઈન્ટનો તફાવત હતો. આવી સ્થિતિમાં બેંગ્લોરને પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે જીતની જરૂર હતી, જ્યારે પંજાબે દાવો જાળવી રાખવા માટે જીતવું જરૂરી હતું. પંજાબે પણ આ જ સ્ટાઈલમાં રમત બતાવી અને પ્રથમ બેટિંગ કરતા જોની બેરસ્ટો અને લિયામ લિવિંગ્સ્ટનની ઈનિંગ્સની મદદથી 209 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો. આ સ્કોર બેંગ્લોર માટે વધુ મુશ્કેલ સાબિત થયો અને ટીમ 54 રનના વિશાળ માર્જિનથી માત્ર 155 રનથી હારી ગઈ.

RCBનુ સ્થાન નથી બદલલાયુ છતાં સ્થિતી ખરાબ

આ સિઝનમાં બેંગ્લોરની ત્રીજી કારમી હાર હતી અને તે માત્ર તેમના હાથમાંથી 2 પોઈન્ટ સરકી ગઈ હતી એટલું જ નહીં, પરંતુ તેનાથી પહેલાથી જ નબળા નેટ રન રેટ (NRR) ને પણ મોટી ઈજા થઈ હતી. બેંગ્લોર હજુ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, પરંતુ હવે તેના હાથમાં માત્ર 1 મેચ બાકી છે, જે ગુજરાત સામે છે. બીજી તરફ, પંજાબ આ જીત સાથે આઠમા સ્થાનેથી ઉછળીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. તેને હવે 12 પોઈન્ટ મળ્યા છે અને NRR પણ નેગેટિવથી પોઝીટીવ થઈ ગયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શું છે આગળની સ્થિતિ?

આ પરિણામે પંજાબમાં પ્રાણ પૂર્યા છે. ટીમ પાસે હજુ 2 મેચ બાકી છે, પરંતુ આ બંને મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની છે. આ બંને ટીમો પણ રેસમાં છે. દિલ્હી 12 પોઈન્ટ સાથે પંજાબથી એક સ્થાન ઉપર છે અને તેની પાસે બે મેચ બાકી છે, જ્યારે હૈદરાબાદ 10 પોઈન્ટ સાથે એક સ્થાન નીચે છે અને 3 મેચ બાકી છે. જ્યાં સુધી બેંગ્લોરની વાત છે તો તેણે મોટી જીત સાથે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. એટલે કે, અંતે, આ આખી લડાઈ નેટ રનરેટમાં અટવાઈ શકે છે, જ્યાં બેંગ્લોર જેવી ટીમને નુકસાન થઈ શકે છે કારણ કે તેની NRR આ ટીમોમાં સૌથી ખરાબ છે.

 

Published On - 8:27 am, Sat, 14 May 22

Next Article