IPLનો ધુંઆધાર બેટ્સમેન નિકોલસ પૂરન લગ્નના બંધને બંધાયો, ગર્લ ફ્રેન્ડને છ વર્ષ બાદ પત્નિ બનાવી

|

Jun 01, 2021 | 7:06 PM

IPL માં પંજાબ કિંગ્સ (Punjab Kings)ના ધુરંધર બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran) લગ્નના બંધન થી જોડાઇ ગયો છે. વેસ્ટઇન્ડીઝના પૂરને મંગેતર કેથરીના મિગ્યુઅલ (Kathrina Miguel) સાથે લગ્ન કરી લીધા અંગેની જાણકારી તેણે આપી હતી.

IPLનો ધુંઆધાર બેટ્સમેન નિકોલસ પૂરન લગ્નના બંધને બંધાયો, ગર્લ ફ્રેન્ડને છ વર્ષ બાદ પત્નિ બનાવી
Nicholas Pooran-Kathrina Miguel

Follow us on

IPL માં પંજાબ કિંગ્સ (Punjab Kings)ના ધુરંધર બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran) લગ્નના બંધન થી જોડાઇ ગયો છે. વેસ્ટઇન્ડીઝના પૂરને મંગેતર કેથરીના મિગ્યુઅલ (Kathrina Miguel) સાથે લગ્ન કરી લીધા અંગેની જાણકારી તેણે આપી હતી. નિકોલસ અને કેથરીનાએ ગત વર્ષ નવેમ્બર માસમાં સગાઇ કરી હતી. બંને બાળપણ ના મિત્રો અને છેલ્લા છ વર્ષ થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

પૂરને લગ્નની જાણકારી શેર કરવા સાથે લખ્યુ હતુ કે, જીજસે જીવનમાં મને અનેક ચીજો આપી છે. પરંતુ મારા જીવનમાં તારા થી વધારે કંઇ જ નથી. મિસ્ટર અને મિસિસ પૂરનનુ સ્વાગત કરો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

IPL બાદ બંને એ સગાઇ કરી હતી, એ પહેલા IPL દરમ્યાન કેથરીના નજર આવી હતી. તે પૂરનની ગર્લ ફ્રેન્ડના રુપમાં હાજર રહી હતી. કેથરીનાને એલિસા નામ થી પણ ઓળખવામાં આવે છે.

સગાઇ દરમ્યાન નિકોલસે ઘૂંટણ ના સહારે બેસીને કેથરીનાને સગાઇની રીંગ પહેરાવી હતી. તે સમયે તેણે કહ્યુ હતુ કે, ઇશ્વરે અમને શાનદાર આશિર્વાદ આપ્યા છે. મને એ જાહેર કરતા ખુશી થઇ રહી છે કે, કેથરિના અને મે સગાઇ કરી લીધી છે. લવ યુ મિગ્જ મને તુ મળી ગઇ.

બાદમાં કેથરીનાએ પણ પૂરણ ના પ્રત્યે પ્રેમ જાહેર કરતા લખ્યુ હતુ, આ પળે તેણે બધુ જ ખૂબસૂરત બનાવી દીધુ છે. તમારો પ્રેમ મળવો એ એક રીતે આશિર્વાદ છે. હું તેના માટે ભગવાનને દરરોજ પ્રાર્થના કરુ છુ. લવ યુ નિકોલસ પૂરન

IPL 2021 માં નિષ્ફળ રહ્યો હતો

નિકોલસ પૂરન આઇપીએલમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. તે વિસ્ફોટક બેટ્સમેન અને ચુસ્ત ફિલ્ડર તરીકે ગણાય છે. આમ તો તે કિપીંગ પણ કરે છે, પરંતુ પંજાબની ટીમમાં આ ભૂમિકા કેએલ રાહુલ પાસે હોય છે. તો નિકોલસ પૂરન ફિલ્ડીંગ કરે છે. આઇપીએલ 2021 પહેલા હાફમાં પુર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો. તે સાતમાંથી ચાર મેચોમાં ઝીરો પર આઉટ થયો હતો. જોકે આ પહેલા આઇપીએલ 2020માં કમાલની બેટીંગ તેણે કરી હતી.

પૂરને આઇપીએલ માં અત્યાર સુધીમાં 28 મેચ રમ્યો છે. જેમાં 157.76 ની સ્ટ્રાઇક રેટ થી 549 રન બનાવ્યા છે. 25 વર્ષીય ડાબોડી બેટ્સમેને અત્યાર સુધીમાં 25 વન ડે રમી છે. જેમાં 49.1 ના સરેરાશ થી 982 રન બનાવ્યા છે. તો 27 T20 મેચમાં તેના નામે 392 રન નોંધાયેલા છે.

Published On - 7:05 pm, Tue, 1 June 21

Next Article